Gandhinagr News: ગાંધીનગરથી લવ જેહાદનો મામલો સામે આવ્યો છે.દીવાન કાસમ નામના વિધર્મી યુવકે યુવતીને પ્રેમમાં ફસાવી હતી. ત્યારે ગાંધીનગર સે.21ના પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ ફરિયાદ પણ નોંધાવી હતી.તેમજ ઘટના અંગે યુવતીના ભાઈનું નિવેદન પણ સામે આવ્યુ છે.તેણે કહ્યુ કે, તે દરરોજ તેની બહેનને કડી સ્કૂલ મૂકવા જતો હતો, ત્યારે તેની બહેન વિધર્મી યુવકના પરીચયમાં આવી હતી.જે બાદ યુવકે પૈસાની પણ માંગણી કરી હતી, અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી..
ગાંધીનગર સેક્ટર 22માં રહેતા અને એક સરકારી કચેરીમાં નોકરી કરતાં હિંદુ યુવતીના પિતાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં દીવાન કાસમ નામના મુસ્લિમ યુવાન સામે ગુનો નોંધવા માટે અરજી કરી હતી. તેમની અંદાજિત 18 વર્ષીય પુત્રી ગત 31 જુલાઈના રોજ ઘરે મોડી આવી હતી.
ઘરમાં આવતા તેને માતાપિતાએ મોડી આવ્યાનું કારણ પૂછતાં તેણે બહેનપણીના જન્મદિવસની ઉજવણીમાં ગઈ હોવાનું કહ્યું હતું. તે સમયે યુવતીને પહેરાવવામાં આવેલા સોનાના દાગીનામાં બે બુટ્ટી, વીંટી અને ચાંદીની સેરો તેની પાસે જોવા મળી ન હતી. માતા-પિતા દ્વારા વારંવાર પૂછવા છતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. જ્યારે 19 ઓગસ્ટના રોજ તેમના ઘરે એક કાગળ આવ્યો હતો. જેમાં દીકરીએ દીવાન કાસમ નામના મુસ્લિમ યુવક સાથે રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હોવાનું સામે આવ્યું હતું.
યુવતીના પિતાએ દીવાન કાસમ નામના મુસ્લિમ યુવક વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા અરજી આપી હતી. પિતાએ ડર વ્યક્ત કર્યો હતો કે, કાસમ તેમના ઘરે આવીને દીકરીનું અપહરણ કરીને લઈ જશે. હાલ આ સમગ્ર બનાવને ધ્યાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ડેન્ગ્યુથી ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત
આ પણ વાંચો:ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન
આ પણ વાંચો:ગુજરાત ATSને મળ્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ, પાક કનેક્શન અંગે થશે પૂછપરછ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:સાકાર થયું પિતાનું સપનું, ચંદ્રયાન-3ની સફળતા પર વિક્રમ સારાભાઈની પુત્રી મલ્લિકાએ બોલ્યા આ મોટી વાત