Not Set/ ડોક્ટરે જ મારા ન્યુડ ફોટા વાઇરલ કર્યા,પીડીત ફિઝીયોથેરાપીસ્ટ યુવતીને કર્યો ચોંકાવનારો આરોપ

  વડોદરા વડોદરામાં તબીબ દ્રારા ફિઝીયોથેરાપીસ્ટ યુવતીનું દુષ્કર્મ કરવાના મામલે એક નવો વળાંક આવ્યો છે.જેની પર આરોપ છે એવા ન્યુરોસર્જને ડો.યશેષ દલાલે વ્હોટ્સ એપ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો મુકી વાયરલ કરતા સનસની મચી છે. પોલીસે મોડી રાત્રે દાખલ કરેલી ફરિયાદમાં ડો.યશેષ દલાલે યુવતીના ફોટા વાયરલ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. વડોદરાના અકોટામાં સૃષ્ટિલ […]

Top Stories Gujarat Vadodara
vdr doctor rape ડોક્ટરે જ મારા ન્યુડ ફોટા વાઇરલ કર્યા,પીડીત ફિઝીયોથેરાપીસ્ટ યુવતીને કર્યો ચોંકાવનારો આરોપ

 

વડોદરા

વડોદરામાં તબીબ દ્રારા ફિઝીયોથેરાપીસ્ટ યુવતીનું દુષ્કર્મ કરવાના મામલે એક નવો વળાંક આવ્યો છે.જેની પર આરોપ છે એવા ન્યુરોસર્જને ડો.યશેષ દલાલે વ્હોટ્સ એપ પર ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો મુકી વાયરલ કરતા સનસની મચી છે.

પોલીસે મોડી રાત્રે દાખલ કરેલી ફરિયાદમાં ડો.યશેષ દલાલે યુવતીના ફોટા વાયરલ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

વડોદરાના અકોટામાં સૃષ્ટિલ હોસ્પિટલ ધરાવતાં ડો.યશેષ દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે ફિઝિયોથેરાપીસ્ટ યુવતી છેલ્લા ચાર દિવસથી ગોત્રી અને જેપી રોડ પોલીસ મથક વચ્ચે અટવાઇ હતી.આ દરમિયાન રવિવારે જેપી રોડ પોલીસે યુવતીની અરજી એડમીટ કર્યા બાદ તેનું સ્ટેટમેન્ટ લીધું હતું, પરંતુ ગુનો દાખલ કર્યો ન હતો, યુવતીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ડો.યશેષ દલાલે મને એવી ધમકી આપી હતી કે, હું બોલાવું ત્યારે નહીં આવે તો મારી પાસે તારા પિક્ચર્સ અને ચેટિંગ મોબાઇલ ફોનમાં છે તેને જાહેર કરી દઇશ.

એવી પણ વાત છે કે જે ફોટા હાલમાં સામે આવ્યાં છે તે યુવતીએ જ પાડેલા છે અને તેણે જ ડોકટરને આ ફોટા મોકલ્યાં હતા, તે ડોકટર સાથે માલદીવ અને મુંબઇ ગઇ હતી અને જવાની ટિકિટ પણ તેને જ બુક કરાવતી હતી, હોટલના રૂમ પણ અલગ અલગ બુક કરાવેલા છે, યુવતીએ ડોકટર પાસે પૈસા માગ્યાં હતા અને તેના મેસેજીસ પણ ડોકટર પાસે છે, આઠ મહિના પહેલાં આ મુદ્દે ડોકટર સાથે સમાધાન પણ થયું હતું, ડોકટરે યુવતીને અત્યાર સુધી મોટી રકમ ચૂકવી હોવાનું અને પૈસા મળ્યાં બાદ તેણે થેંક્યુના મેસેજ મોકલાવ્યાં હોવાનું ડોક્ટરનું કહેવું છે, અને તેમની વચ્ચે પાંચ વર્ષથી સંબંધ હોવાનું સામે આવ્યું છે.

કારેલીબાગની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ જાણીતા ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલ સામે ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરીને પોતાની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આરોપ લગાવતી અરજી કર્યાના ત્રીજા દિવસે સોમવારે મોડી રાતે તબીબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો