Not Set/ અમદાવાદ : નકલી દવાનો જથ્થો ઝડપાયો

અમદાવાદમાં નકલી દવાના વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.  અમદાવાદનાં બે મેડિકલ સ્ટોર પરથી નકલી દવાનો જથ્થો ઝડપી પડવામાં આવ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના દ્વારા દરોડા પાડીને આ દવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના જયપુરની દર્શ ફાર્મામાંથી આ જથ્થો આવતો હતો. રાજસ્થાન ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા માહિતી […]

Top Stories Ahmedabad Gujarat
dava અમદાવાદ : નકલી દવાનો જથ્થો ઝડપાયો

અમદાવાદમાં નકલી દવાના વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.  અમદાવાદનાં બે મેડિકલ સ્ટોર પરથી નકલી દવાનો જથ્થો ઝડપી પડવામાં આવ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના દ્વારા દરોડા પાડીને આ દવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના જયપુરની દર્શ ફાર્મામાંથી આ જથ્થો આવતો હતો. રાજસ્થાન ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા માહિતી  આપતા ગુજરાત ના અધિકારીઓએ અમદાવાદ માં બે જગ્યા એ દરોડા પડ્યા હતા. અમદાવાદમાં શારદા મેડિકલ સ્ટોર્સ અને આરાધ્ય મેડિકલ સ્ટોર્સ પર દરોડા પડતાં નકલી દવાનો જથ્થો મળી આવ્યો હતો.

ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, અમદાવાદમાં બે મેડિકલ સ્ટોર્સ પર બ્લડપ્રેશરની લોસાર-એચ નામની નકલી દવા જયપુરની દર્શ ફાર્મા દ્વારા સપ્લાય કરવામાં આવતી  હતી. આ બંને મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવતા કુલ 37500 નકલી ટેબલેટનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. દવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

માહિતી એવી પણ મળી રહી છેકે, જયપુરની દર્શ ફામા કંપની દિલ્હીથી દવા લાવીને હોલસેલ ભાવે વેપાર કરે છે. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન વિભાગે રાજસ્થાનના  ખોરાક અને ઔષધ નિયમન વીબગા સાથે તાલમેલ સાધી આ નકલી દવાના જથ્થાની તપસ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.