Not Set/ પાકિસ્તાનની ના-પાક હરકત, બાળકોની સ્કૂલ પર 3 કલાક વરસાવ્યા ગોળા

પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા  પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને ફરીથી એલઓસી પર યુદ્ધ વિરામનો ભંગ કર્યો અને પૂંછનાં મેંધર સેક્ટરમાં સતત મોરટાર સેલ અને ગોળીબારી કરવામાં આવી હતી. પાકિસ્તાનનાં આ સતત ફાયરિંગનાં કારણે આ વિસ્તાનનાં ઘણા બાળકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલેલાં આ ફાયરીંગથી સરહદ કાંઠેનાં […]

Top Stories India
577736 jammu and kashmir army security forces afp પાકિસ્તાનની ના-પાક હરકત, બાળકોની સ્કૂલ પર 3 કલાક વરસાવ્યા ગોળા

પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા  પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને ફરીથી એલઓસી પર યુદ્ધ વિરામનો ભંગ કર્યો અને પૂંછનાં મેંધર સેક્ટરમાં સતત મોરટાર સેલ અને ગોળીબારી કરવામાં આવી હતી. પાકિસ્તાનનાં આ સતત ફાયરિંગનાં કારણે આ વિસ્તાનનાં ઘણા બાળકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલેલાં આ ફાયરીંગથી સરહદ કાંઠેનાં ગામોમાં ભય છવાયો છે.

પાકિસ્તાન હર હમેંશ LoC પર ફાયરીંગ કરીને રહેણાક વિસ્તારોને નીશાન બનાવતુ આવ્યું છે અને આજે તો ના-પાક દ્વારા નાપાક કામ જ કરી નખવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા એક સ્કૂલ વિસ્તારમાં સતત 3 કલાક ગોળા દાગવામાં આવ્યા હતા. પાકની આ નાપાક હરકતથી મધ્યમ શાળાનાં અનેક બાળકોને એક જ રૂમમાં લાંબા સમયથી અટવાયેલું રહેવાનો વારો આવ્યો હતો.  જોકે, ફાયરિંગ બંધ થયા બાદ સ્કૂલનાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગ અંગે ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાને દબરાજ ગામને નિશાન બનાવ્યું હતું અને ફાયરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરની કલમ 370 માં ફેરફાર કરવામાં આવ્યો ત્યારથી પાકિસ્તાન સતત સરહદ પર તણાવ પેદા કરી રહ્યું છે.

સરહદી વિસ્તારોમાં તણાવનું વાતાવરણ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન અને ભારતીય સૈન્ય વચ્ચે સરહદ પર તણાવનું વાતાવરણ છે. ભારતીય સૈન્ય સરહદ પર પાકિસ્તાનની નકારાત્મક કાર્યવાહીને યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાની સેના અને આતંકીઓ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરવામાં આવી રહ્યું છે. જેથી પાકિસ્તાન ભારતીય ક્ષેત્રમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવી શકે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10 થી વધુ પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે.

ઘુસણખોરીના પ્રયાસમાં પાકિસ્તાન

છેલ્લા 15 દિવસમાં, પાકિસ્તાની સેનાએ 100 થી વધુ એસએસજી કમાન્ડો એલઓસી પર મોકલ્યા છે. એવી આશંકા છે કે પાકિસ્તાન ભારત સામે નવું કાવતરું રચી શકે છે. આ કમાન્ડોને ભારતીય સેના વિરુદ્ધ ઘૂસણખોરી અને બેટ કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા ભારતીય સેના ઉચ્ચ ચેતવણી પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.