Not Set/ RBIએ વાર્ષિક અહેવાલ 2019 કર્યો રજૂ, અહેવાલની આ છે મહત્વપૂર્ણ 8 બાબતો

ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે ​​તેનો વાર્ષિક અહેવાલ – 2019 રજૂ કરવામાં આવ્યો છે. RBI દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રવર્તિત ચલણમાં 17 ટકાનો વધારો થયો છે. વઘારા બાદ હાલ ચલણ 21.10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, રિપોર્ટમાં એવું પણ માનવામાં આવ્યું છે કે સ્થાનિક માંગ ઓછી થવાને કારણે આર્થિક […]

Top Stories India
rbi RBIએ વાર્ષિક અહેવાલ 2019 કર્યો રજૂ, અહેવાલની આ છે મહત્વપૂર્ણ 8 બાબતો

ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે ​​તેનો વાર્ષિક અહેવાલ – 2019 રજૂ કરવામાં આવ્યો છે. RBI દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રવર્તિત ચલણમાં 17 ટકાનો વધારો થયો છે. વઘારા બાદ હાલ ચલણ 21.10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો કે, રિપોર્ટમાં એવું પણ માનવામાં આવ્યું છે કે સ્થાનિક માંગ ઓછી થવાને કારણે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે. RBI દ્વારા રિપોર્ટમાં અર્થવ્યવસ્થામાં ખાનગી રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આવી છે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ 2019 ની મહત્વપૂર્ણ બાબતો ..
– દેશમાં પ્રવર્તિત ચલણમાં 17% વધીને 21.10 લાખ કરોડ રૂપિયા થયું
– સ્થાનિક માંગમાં ઘટાડો થવાને કારણે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી
– અર્થવ્યવસ્થામાં ખાનગી રોકાણ વધારવાની જરૂર
– આઈએલ એન્ડ એફએસ સંકટ પછી એનબીએફસીથી વેપારી ક્ષેત્રમાં ઋૃણ પ્રવાહમાં 20 ટકાનો ઘટાડો
– નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6,801 કેસ નોંધાયા
– સરકારને સરપ્લસ ફંડમાંથી 52,637 કરોડ આપ્યા પછી રિઝર્વ બેંકનું આકસ્મિક ભંડોળમાં 1,96,344 કરોડ રૂપિયા
– કૃષિ લોન માફી, 7માં પગાર પંચની ભલામણોનો અમલ, આવક સપોર્ટ યોજનાઓ, નાણાકીય પ્રોત્સાહનને કારણે ક્ષમતામાં ઘટાડો
– નાણાકીય વર્ષ 2019 માં RBIનું ઇમરજન્સી ફંડ 1.96 લાખ કરોડ પર પહોંચી ગયું, જે વર્ષ 2018 માં 2.32 લાખ કરોડ હતું

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.