Not Set/ જસદણ પેટા ચૂંટણી : ભાજપમાં પણ બાવળિયાએ જાળવી કોંગ્રેસી પરંપરા, દરગાહમાં ઝુકાવ્યું શીશ

જસદણ પેટા ચૂંટણીને લઈ શુક્રવારે કુંવરજી બાવળીયા ફોર્મ ભરવાના છે, મૂળ કોંગ્રેસી એવા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસની પરંપરા જાળવીને દરગાહમાં શીશ ઝૂકાવીને પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપે તેમને સીધું મંત્રીપદ આપી દીધું હતું. હવે પેટા ચૂંટણીમાં જીતે તો તેમનું મંત્રીપદ ટકી શકે તેમ છે. બંને પક્ષો માટે જસદણ […]

Top Stories Gujarat Others
1 1543555833 જસદણ પેટા ચૂંટણી : ભાજપમાં પણ બાવળિયાએ જાળવી કોંગ્રેસી પરંપરા, દરગાહમાં ઝુકાવ્યું શીશ

જસદણ પેટા ચૂંટણીને લઈ શુક્રવારે કુંવરજી બાવળીયા ફોર્મ ભરવાના છે, મૂળ કોંગ્રેસી એવા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસની પરંપરા જાળવીને દરગાહમાં શીશ ઝૂકાવીને પ્રાર્થના કરી હતી.

મહત્વનું છે કે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપે તેમને સીધું મંત્રીપદ આપી દીધું હતું. હવે પેટા ચૂંટણીમાં જીતે તો તેમનું મંત્રીપદ ટકી શકે તેમ છે. બંને પક્ષો માટે જસદણ પેટા ચૂંટણી પ્રતિષ્ટાનો સવાલ બની ચુકી છે.

જસદણ પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા તબક્કામાં હજૂ સુધી કોંગ્રેસે તેના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું. સુત્રો પાસેથી મળતી માહિતીના આધારે રાહુલ ગાંધીની પસંદ ડો. મનસુખ ઝાપડિયા છે પરંતુ જસદણમાં કોળી સમાજ ફેક્ટરને લઈ કોંગ્રેસની પ્રથમ પસંદ અવચાર નાકિયા છે.