vadodra/ વડોદરામાં મિત્રએ જ ચાકૂના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા

ગણતરીની મિનીટોમાં સગીર આરોપીને ઝડપી લેવાયો

Vadodara Gujarat
Beginners guide to 2024 04 18T152627.331 વડોદરામાં મિત્રએ જ ચાકૂના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા

Vadodra News ; વડોદરામાં દિવાળીપુરા કોર્ટની સામે ગઈ રાત્રે બે મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મિત્રએ તેના જ મિત્રની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં અકોટા પોલીસે ગણતરીની મિનીટોમાં સગીર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ  દિવાળીપુરા કોર્ટની સામે નિસર્ગ કોમ્પ્લેક્ષ નજીક ગઈકાલે રાત્રે 19 વર્ષીય દિશાંત રાજપૂત નામના યુવકની ચેના જ સગીર મિત્ર દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી.

દિશાંત અને તેના મિત્ર વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. જેમાં ઉસ્કેરાયેલા તેના સગીર મિત્રએ ચાકૂના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ આરોપી ઘટનાસ્થલેતી બાગી ગયો હતો.

બનાવની જાણ થતા અકોટા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમણે તપાસ હાથ ધરીને ગણતરીની મિનીટોમાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો. હત્યાની આ ઘટના પાછળ યુવતી સાથેના સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અડાલજ પાસેથી દારૂના જથ્થા સાથે છ લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ગુજરાતથી આગામી છ દિવસમાં યુપી-બિહાર માટે રવાના થશે પશ્ચિમ રેલવેની ચાર વિશેષ ટ્રેનો, જુઓ ટાઈમ ટેબલ

આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે