Not Set/ જામનગરમાં Air force ના ફાઈટર પ્લેન જગુઆરમાં લાગી આગ

અમદાવાદ: જામનગર ખાતે Air force (એરફોર્સ)નું જેગુઆર પ્લેનમાં લેન્ડિંગ સમયે ગુરુવારે રાત્રે આગ લાગી હતી. જો કે, કોઈ જાનહાનીની ઘટના બની ન હતી. આ આ ઘટનાને ગુજરાત ડિફેન્સના પીઆરઓ વિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના જામનગર ખાતે Air force સ્ટેશન આવેલું છે. અહી એરફોર્સના જૂનિયર પાયલોટને તાલીમ આપવામાં આવે […]

Top Stories Gujarat Others Trending
Fire Occurred in the Jaguar Fighter Plane of Indian Air force

અમદાવાદ: જામનગર ખાતે Air force (એરફોર્સ)નું જેગુઆર પ્લેનમાં લેન્ડિંગ સમયે ગુરુવારે રાત્રે આગ લાગી હતી. જો કે, કોઈ જાનહાનીની ઘટના બની ન હતી. આ આ ઘટનાને ગુજરાત ડિફેન્સના પીઆરઓ વિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના જામનગર ખાતે Air force સ્ટેશન આવેલું છે. અહી એરફોર્સના જૂનિયર પાયલોટને તાલીમ આપવામાં આવે છે. ગુરુવારે મોડી સાંજે એરફોર્સના જૂનિયર પાયલોટ જગુઆર પ્લેનની ટ્રેનિગ લેવા માટે જગુઆર પ્લેન લઈને ઉડાન ભરી હતી. ટ્રેનિંગ માટેની નિયત સમય મર્યાદાની ઉડાન ભરીને જગુઆર પ્લેન નીચે ઉતરી રહ્યું હતું. ત્યારે ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી. જેના કારણે આ જગુઆર પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને પ્લેન રનવે પરથી નીચે ઉતરી જતા તેમાં આગ લાગવાની ઘટના બની હતી.

પરંતુ પાયલોટની સમય સતર્કતાને કારણે અને તેનો આબાદ બચાવ થયો હતો. એટલું જ નહિ કોઈ જાન હાનીની ઘટના બની ન હતી. આ પ્રકારની ઘટના ગત તા. 9મી ઓક્ટોબરે પણ બની હતી.

જામનગરમાં એરફોર્સનું તાલીમ ક્ષેત્ર હોવાના કારણે જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં અનેક વખત ટ્રેઈની પાયલોટ દ્વારા આવી અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જ્યારે પાયલોર્ટની સતર્કતાને કારણે ઘણી વખત કોઈ જાનહાની થવા પામતી નથી. આવા પ્રકારની અનેક ઘટનાઓ બનતી હોવાથી એરફોર્સ દ્વારા આ ઘટનાના મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે, કે જામનગર એરફોર્સમાં છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના સામે આવી છે.

આ અંગે ગુજરાત ડિફેન્સની અમદાવાદ સ્થિત કચેરીના પીઆરઓ વિભાગ દ્વારા પણ આ ઘટના અંગે સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.