Gujarat news: સી.આર.પાટીલ વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે. રોડ શોમાં સમય ચુકી જતાં આવતતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના સરસાણા ડોમ ખાતેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રક ભરવા નીકળ્યા છે. પાટીલ આજે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે.
નવસારી લોકસભા બેઠકમાં સુરતની ચાર વિધાનસભાનો સમાવેશ થાય છે. રેલીમાં 1000થી વધુ કારોનો કાફલો જોડાયો છે. ખજોદ ખાતેથી નવસારીર કારોનો કાફલો જોડાયો છે. ઢોલ નગારા અને ડી.જે.ના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા છે. કાર્યકર્તાઓ વિવિધ એન્ટીક કાર સાથે રેલીમાં જોડાયા છે. પાટીલને સમર્થન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહરાજ્મંત્રી હર્ષ સંઘવી પણ સંકલ્પ રેલીમાં જોડાયા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન
આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે