Weather/ ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન

હવામાન વિભાગના આંકડાઓ મુજબ,……..

Gujarat
Image 5 1 ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન

Gujarat Weather: ગુજરાતમાં એર સાઈક્લોનિક સરક્યુલેશનથી પવનની દિશા બદલાઈ જતાં રાજ્ય ગરમીની અસર હેઠળ આવી ગયું છે. સૂરજ દેવતા તેમની ગરમીની અસર બતાવતા જોવા મળ્યા છે. કમોસમી વરસાદ સાથે ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગના મતે, આવનારા દિવસોમાં ગરમીનું જોર વધશે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું હતું. 44 ડિગ્રી સાથેત અમરેલી દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગગર 43.4 ડિગ્રી, જૂનાગઢ 42.1 ડિગ્રી, ભાવનહર 41.7 ડિગ્રી નોંધાયું છે. ગરમીનો પારો વધતાં સમગ્ર દેશમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. તાપમાનનો પારો વધતાં અગનવર્ષા થઈ રહ્યું હોવાનું લોકો અનુભવી રહ્યા છે.

સ્કાયમેટ વેધર મુજબ, આગામી એક અઠવાડિયા સુધી ગરમીમાં ઘટાડો થવાની સંભાવના નથી. સામાન્ય રીતે હીટ વેવ કે અત્યંત ગરમી મે મહિનામાં જોવા મળે છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસું સારૂ જાય તેવી આગાહી કરી છે. આગામી 10 થી 12 મેમાં પ્રમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે

આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ