Not Set/ મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઇને 4 બાળકોએ 4 વર્ષની બાળકી સાથે કર્યો રેપ

ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અજીબ ઘટના સામે આવી છે. અહી ચાર વર્ષની એક બાળકી સાથે રેપની ઘટના સામે આવી છે. હેરાન કરે એવી વાત એ છે કે રેપનો આરોપ 6 થી 10 વર્ષની ઉંમરવાળા ચાર બાળકો પર લાગ્યો છે. આરોપી બાળકોએ આવી અશ્લીલ હરકત કથિત રીતે પોર્ન વીડિઓ જોઇને સીખી હતી. હાલમાં પોલીસ […]

Top Stories India
08a1db2429127d77c567775e29b23216 XL મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઇને 4 બાળકોએ 4 વર્ષની બાળકી સાથે કર્યો રેપ

ઉત્તર પ્રદેશ,

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અજીબ ઘટના સામે આવી છે. અહી ચાર વર્ષની એક બાળકી સાથે રેપની ઘટના સામે આવી છે. હેરાન કરે એવી વાત એ છે કે રેપનો આરોપ 6 થી 10 વર્ષની ઉંમરવાળા ચાર બાળકો પર લાગ્યો છે. આરોપી બાળકોએ આવી અશ્લીલ હરકત કથિત રીતે પોર્ન વીડિઓ જોઇને સીખી હતી. હાલમાં પોલીસ દ્વારા ચારે આરોપી બાળકો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અને એમની પુછપરછ કરવામાં આવી રહી છે.

59f62fea 633e 11e8 b5ac da6b7874835f મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઇને 4 બાળકોએ 4 વર્ષની બાળકી સાથે કર્યો રેપ

ચાર વર્ષની બાળકી સાથે રેપ કરવાનો આ મામલો કાનપુર જીલ્લાના મહારાજપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રનો છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાકેશ મૌર્યએ જણાવ્યું કે ઘટના 30 જુન શનિવારની છે. બાળકીના પિતા તરફથી આ મામલામાં 2 જુલાઈના રોજ એફઆઈઆર દખલ કરવામાં આવી હતી.

પીડિત બાળકીના પિતાએ જણાવ્યું કે બાળકી ખરાબ હાલતમાં ખેતરમાંથી મળી આવી હતી. બાળકી જયારે હોશમાં આવી અને એણે દુર્ઘટના વિશે વાત કરી તો લોકો દંગ રહી ગયા હતા. બાળકીએ જણાવ્યું કે એની સાથે ગંદી હરકત કરવામાં આવી હતી.

c918272a 2694 11e8 9f95 06a811d7e716 મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઇને 4 બાળકોએ 4 વર્ષની બાળકી સાથે કર્યો રેપ

મૌર્યએ જણાવ્યું કે એક આરોપીની ઉંમર 12 વર્ષ છે, જયારે અન્ય ત્રણ આરોપીઓની ઉંમર 6 થી 10 વર્ષ વચ્ચે છે. બધા આરોપીઓને બાળ ન્યાયાલય સમક્ષ હાજર કરાયા બાદ બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે. મિડિયા રીપોર્ટ મુજબ, બધા બાળ આરોપીઓએ આરોપ કબુલ કરી લીધા છે.

anilika મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઇને 4 બાળકોએ 4 વર્ષની બાળકી સાથે કર્યો રેપ

બાળકીએ જયારે આ દુર્ઘટના વિશે પરિવારને જણાવ્યું, તો પાડોશીઓએ એફઆઈઆર દખલ ન કરવાની સલાહ આપી હતી. પરંતુ બાળકીના પિતાએ હિંમત દેખાડતા પોલીસને દુર્ઘટના વિશે જાણકારી આપી હતી. રીપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી બાળકોએ રેપ કરતા પહેલા પોર્ન ફિલ્મ જોઈ હતી. અને માસુમ બાળકી સાથે એવું કરવાની કોશિશ કરી હતી.