Gujarat Visit/ PM મોદી ફરી એકવાર 3 દિવસ ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Top Stories Gujarat
2 13 PM મોદી ફરી એકવાર 3 દિવસ ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી છે.આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટી થતા રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. હવે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે, ગુજરાત ભાજપનો ગઢ છે ,આ અભેધ કિલ્લા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ હાલ રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ મહેસાણા, આણંદ તથા રાજકોટમાં પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધીના સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ તો 3 દિવસમાં તેઓ એક બાદ એક જનસભાને સંબોધશે ઉપરાંત વિવિધ લોકાર્પણો તથા ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છે.

9 ઓક્ટોબર
9 ઓક્ટોબરે બપોરે PM મોદી ગુજરાત આવશે
મહેસાણાના મોઢેરા પાસે જનસભાને સંબોધન કરશે
મહેસાણાની દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે
બહુચરાજીની મુલાકાત લઈ મંદિરના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

10 ઓક્ટોબર
સવારે 10 વાગ્યે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત કરશે
આણંદ ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે
જામનગર વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

11 ઓક્ટોબરે 
જામકંડોરણામાં વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
અમદાવાદ સિવિલ કેમ્પસમાં 722 કરોડની સુવિધાનું લોકાર્પણ કરશે