Not Set/ સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી હાલત

ગ્રીષ્મા વેકરિયાના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાઈ શકે છે.

Top Stories Gujarat Surat
ગ્રીષ્મા વેકરિયા

પ્રેમ જ્યારે એકતરફી હોય અને એ જૂનૂની બની જાય ત્યારે તે તમામ હદ પાર કરી જાય છે. અને આવી આપણે અનેક ઘટનાઓ જોતા હોય છે. ત્યારે સુરતમાં પણ એક એવી કરુણ ઘટના બની હતી. કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના રવિવારે બની હતી.ત્યારે, ગ્રીષ્મા વેકરિયાના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્મા વેકરિયા ના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાઈ શકે છે. જેના કારણે સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોના 58 ઊંટને અંતે મળી મુક્તિ

સુરતના પાસોદરા પાટિયા વરાછા રોડથી હીરાબાગથી અશ્વિની કુમાર રોડ પરથી ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયાની અંતિમયાત્રા નીકળશે. ત્યારે ગ્રીષ્માની અંતિમયાત્રાની નોંધમાં જણાવાયું છે કે સુરતમાં રહેતો દરેક પરિવાર આ સ્મશાન યાત્રામાં જોડાય તેવી અમારી વિનંતી છે. આપણા બાળકોને પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ઘટના કેવી રીતે બની હતી.

કામરેજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગ્રીષ્માએ શનિવારે સાંજે તેની કાકીને જણાવ્યું હતું કે કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતો ફેનિલ તેની સોસાયટીના ગેટ પાસે રાહ જોતો હતો અને એક વર્ષથી તેણીને હેરાન કરતો હતો. સાંજે 6 વાગ્યાના સુમારે તેનો 17 વર્ષનો ભાઈ અને તેના મોટાબાપા સુભાષભાઈ ફેનિલ સાથે વાત કરવા અને યુવતીને હેરાન કરવાનું બંધ કરવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેથી ફેનિલે ગુસ્સામાં આવીને મોટાબાપાને માર માર્યો હતો. જ્યારે ભાઈએ બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ ઈજાઓ થઈ હતી. ગ્રીષ્મા તેના ભાઈ અને મોટાબાપાને બચાવવા માટે બહાર દોડી ગઈ, પરંતુ તે કંઈ કરે તે પહેલા જ આરોપીએ તેને પકડી લીધી અને છરી વડે ગળું કાપીને પરિવારની સામે જ રહેંસી નાખી હતી.

a 91 2 સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી હાલત

સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો. આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.

a 91 3 સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી હાલત

નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીના મોટા પપ્પા, ભાઈ અને તેની માતાની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી. એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.

જાણવા મળી રહ્યું છે કે હત્યાના દિવસે આરોપી ફેનિલે કોલેજથી ગ્રીષ્માનો પીછો કર્યો હતો. તેણે ગમે તે રીતે ગ્રીષ્માની હત્યા માટે 6 જાન્યુ.એ તેણે સરથાણામાંથી ચપ્પુ ખરીદ્યું હતું.

આ પણ વાંચો : હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ ;પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો પ્રેમ

આ પણ વાંચો :શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની ૫૦મી શાખાનો સુરેન્દ્રનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે

આ પણ વાંચો : ગેંગરેપની ઘટનામાં 24 કલાકમાંજ ભાવનગર પોલીસે ચાર્જશીટ રજૂ કરી

આ પણ વાંચો : યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારજનોએ સરકારને કરી રજૂઆત