Not Set/ પાકિસ્તાનના મંત્રી બોલ્યા: ભારતે અમારી યોજનાઓ ઉધાર લીધી, જેથી તેઓ સફળ થયા  

પાકિસ્તાનના યોજના અને વિકાસમંત્રી અહસાન ઇકબાલે ભારત પર પ્રહાર કરીને જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનની આર્થિક અને સુધાર યોજનાઓને ઉધાર લીધી છે અને તેને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરી છે, જયારે “અમે રાજનીતિક અસ્થિરતાના કારણોસર એક મોટો અવસર ગુમાવી દીધો છે.” ઇકબાલે જણાવ્યું હતું કે, “૯૦ ના દાયકા દરમિયાનના તાત્કાલિક ભારતીય વિત્ત મંત્રી મનમોહન સિંહે પોતાના પાકિસ્તાની […]

Top Stories World
1478438 ahsaniqbal 1502382862 623 પાકિસ્તાનના મંત્રી બોલ્યા: ભારતે અમારી યોજનાઓ ઉધાર લીધી, જેથી તેઓ સફળ થયા  

પાકિસ્તાનના યોજના અને વિકાસમંત્રી અહસાન ઇકબાલે ભારત પર પ્રહાર કરીને જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનની આર્થિક અને સુધાર યોજનાઓને ઉધાર લીધી છે અને તેને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરી છે, જયારે “અમે રાજનીતિક અસ્થિરતાના કારણોસર એક મોટો અવસર ગુમાવી દીધો છે.”

ઇકબાલે જણાવ્યું હતું કે,

“૯૦ ના દાયકા દરમિયાનના તાત્કાલિક ભારતીય વિત્ત મંત્રી મનમોહન સિંહે પોતાના પાકિસ્તાની સમક્ષક સરતાજ અજીજ પાસેથી આર્થિક સુધાર રણનીતિને ઉધાર લીધી અને તેને ભારતમાં સફળતાપૂર્વક લાગુ કરી છે.”

એક્સપ્રેસ ટ્રીબ્યુનલની મંગળવારની રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની નેશનલ સેન્ટર ફોર સાયબર સિક્યોરિટીના ઉદ્ઘાટનના અવસર પર તેમણે આ વાત રજુ કરી હતી.

ઇકબાલે દાવો કર્યો છે કે બાંગલાદેશે સફળતાપૂર્વક આ જ રણનીતિનો ઉપયોગ કર્યો છે, પરંતુ પાકિસ્તાન રાજનીતિક અસ્થિરતા કારણે એક દશક પાછળ ધકેલાય ગયું છે, કારણ કે પાકિસ્તાન આ યોજનાઓને લાગુ કરવામાં નિષ્ફળ નીવડી છે.

તેમણે જણાવ્યું હતું કે,

અમારે વિચારવાનું રહેશ કે કેટલા દેશ અમારી પાછળ હતા, જે આજે બહુ આગળ નીકળી ગયા છે. ચીનની માથાદીઠ આવક પાકિસ્તાનની તુલનામાં ઘણી ઓછી હતી, જયારે અત્યારે તે બહુ આગળ નીકળી ગયા છે.

આજ પ્રકારે, બાંગલાદેશનો વિદેશી ભંડાર ૩૩ અરબ ડોલર પહોંચી ગયો છે. જયારે અમારો વિદેશી ભંડાર હાલ ૧૮ અરબ ડોલર છે. આગામી સમયમાં અમે જોશું કે બીજા દેશોએ પણ અમને પાછળ છોડી દીધા છે.

ઇકબાલે જણાવ્યું હતું કે એકલા ટેન્કર અને મિસાઈલ એક દેશને ક્યારેય ના બચાવી શકે. “જો તે આર્થિક રીતે મજબુત નથી હોતો.”