Revanth Reddy: હાથ સે હાથ જોડો યાત્રા દરમિયાન તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ આપેલા નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે. રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે “જો માઓવાદીઓ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘પ્રગતિ ભવન’ને વિસ્ફોટકોથી ઉડાવી દે છે, તો તેની બહુ અસર નહીં થાય કારણ કે તે ગરીબ લોકો માટે કોઈ કામનું નથી.”
રેડ્ડી (Revanth Reddy)એ કહ્યું, “જો નક્સલવાદીઓ પ્રગતિ ભવન (તેલંગાણાના મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન) બોમ્બ ફેંકે તો શું થશે. ત્યાં ગુમાવવા માટે અમારે કંઈ રહેશે નહીં. બિલ્ડિંગ સાથે અમારો કોઈ સંબંધ નથી. જેમ નક્સલવાદીઓએ અગાઉ કિલ્લામાં બ્લાસ્ટ કર્યા હતા, તેમ તેઓ પ્રગતિ ભવનને ડાયનામાઈટથી ઉડાવી દે તો શું થશે? ભવન એક કિલ્લા જેવું છે, ત્યાં ગરીબોનો પ્રવેશ નથી.”
રેડ્ડીએ પોતાના સંબોધન દરમિયાન લોકોને કહ્યું, “શું તમારામાંથી કોઈ પ્રગતિ ભવનમાં ગયા છે કે તેની અંદર જોયું છે? અમારો ઈમારત સાથે કોઈ સંબંધ નથી.” રેડ્ડીએ કહ્યું, “હું તમામ માઓવાદીઓને પ્રગતિ ભવનમાં ડાયનામાઈટથી બોમ્બમારો કરવા માટે આહ્વાન કરું છું.”
જયારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ધારાસભ્યોએ બુધવારે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક અંજની કુમાર અને તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ એ.કે. રેવન્ત રેડ્ડી સામે પગલાં લેવા તાકીદ કરી હતી. BRS સાથે જોડાયેલા વિધાન પરિષદના છ સભ્યો ડીજીપીને મળ્યા અને રેવંત રેડ્ડી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી. તેમણે માંગ કરી હતી કે કોંગ્રેસ નેતાની ટિપ્પણીને ગંભીરતાથી લેવી જોઈએ અને તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે.
BRSએ કહ્યું કે એક સાંસદ સરકારી ઈમારતોને ઉડાવી દેવાની વાત કેવી રીતે કરી શકે. અગાઉ મુલુગુ જિલ્લામાં BRS નેતાઓએ રેવંત રેડ્ડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદો મુલુગુ અને નરસામપેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. BRS નેતાઓને શંકા છે કે રેડ્ડીની ટિપ્પણી પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.
ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના જીવનને જોખમમાં નાખવાના કાવતરાના ભાગરૂપે પ્રગતિ ભવનને ઉડાવી દેવા માટે માઓવાદીઓને બોલાવ્યા હતા.