સમગ્ર દેશમાં કોરોના કેસો મહ્દઅંશે ઓછા થઇ રહ્યા છે. જેમાં કોરોનાનું હોટસ્પોટ માનવામાં આવતુ મહારાષ્ટ્ર પણ છે. જી, હા હવે મહારાષ્ટ્રમાં પણ ધીમે-ધીમે કોરોના અંકુશમાં આવી રહ્યો છે. જેના પહલે આગામી જૂન માસમાં મહારાષ્ટ્ર સરકાર અનલોકની પ્રક્રિયા શરૃ કરે એવા એંધાણ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આગામી 1 જૂનથી મહારાષ્ટ્રમાં અનલોકની પ્રક્રિયા શરૃ થઇ શકે છે. જો કે પ્રથમ તબ્બકે જરૃરીયાતની દુકાનો જ ખોલવાનો આદેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર કોરોનાનો ગઢ છે પરંતુ આજની વાત કરીએ તો રાજ્યમાં 22 હજાર 122 કોરોનાના નવા દર્દી નોંધાયા છે જે છેલ્લા 70 દિવસોની તુલનામાં સૌથી ઓછા છે.
સુત્રો પ્રમાણે શરૃઆતના સમયમાં સમયની મર્યાદા સાથે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવશે. જ્યારે રેલવેની સેવાઓ અનલોકના અંતિમ ચરણમાં શરૃ કરવામાં આવશે. ઉપરાંત સરકારી ઓફીસોમાં કર્મચારીઓની સંખ્યા વધારવાની મંજુરી પણ આપવામાં આવે એવી શક્યતાઓ છે. ઔદ્યોગિક સંસ્થાઓને પણ થોડી છુટછાટ આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં અનલોકની શરૃઆત ચાર ચરણમાં થશે. પરંતુ આ તમામ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરશે.
સુત્રોના મતે અનલોકને લઇને બે તારીખો નક્કી કરવામાં આવી છે. 1 જૂન અથવા 7 જૂનના રોજ મહારાષ્ટ્રમાં અનલોક શરૃ થઇ શકે છે. આ તમામ નિર્ણય બુધવારે કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે. જો કે, હાલના તબ્બકે શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે. અને રેસ્ટોરન્ટ,મલ્ટીપ્લેક્સ, વગેરે સ્પોટ ખોલવાના પણ હાલ કોઇ એંધાણ નથી.
કોરોનાની સ્થિતી
આજે રાજ્યમાં 22 હજાર 122 નવા દર્દી નોંધાયા છે. નવા આંકડાની સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 56 લાખ 2 હજાર 19 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 89 હજાર 212 છે. આજે 361 લોકોએ કોરોના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી થઇ રહી છે. ત્રણ અઠવાડિયા પહેલા 55 હજારની આસપાસ નવા દર્દીઓની સંખ્યા હતી જે હાલમાં 30 હજારથી પણ ઓછી થઇ ગઇ છે. રવિવારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3 લાખ 48 હજાર 395 થઇ ગઇ. 22 એપ્રીલે આ સંખ્યા 6 લાખ 99 હજાર 858 પર હતી. જ્યારે 18 મે રાજ્યની ગ્રોથ રેટ પણ30 એપ્રીલે નોંધાયેલા 1.45 ટકાથી ઓછો થઇને 0.69 ટકા થયો છે. દર્દીઓની ઓછી થતી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને મહારાષટ્રમાં લોકડાઉન ખોલવાની લોકો માંગ કરી રહ્યા છે.
Not Set/
મહારાષ્ટ્રમાં 1 જૂનથી થઇ શકે છે અનલોક
લોકડાઉન હટી શકે છે મહારાષ્ટ્રમાંથી
