Supreme Court/ જમ્મુ-કાશ્મીરમાંથી “અનુચ્છેદ 370” હટાવવાના મામલે સુનાવણી પૂર્ણ; સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે અનુચ્છેદ 370 રદ કરવા અને અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

Top Stories India

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે અનુચ્છેદ 370 હટાવવા અને અગાઉના જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતની બનેલી પાંચ જજોની બંધારણીય બેન્ચે 16 દિવસ સુધી દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

કોર્ટે સુનાવણીના છેલ્લા દિવસે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય લોકોની દલીલો સાંભળી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો અરજદાર અથવા ઉત્તરદાતા તરફથી હાજર રહેનાર કોઈ વકીલ લેખિત રજૂઆત કરવા માંગે છે, તો તે આગામી ત્રણ દિવસથી આવુ કરી શકે છે. જોકે, કોર્ટે કહ્યું કે લેખિત દલીલ બે પાનાથી વધુ ન હોવી જોઈએ.

છેલ્લા 16 દિવસની સુનાવણી દરમિયાન, કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલો હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને કેન્દ્ર વતી અન્ય અને કલમ 370 રદ કરવાના બચાવમાં હસ્તક્ષેપ કરનારાઓને સાંભળ્યા હતાં.

વકીલોએ પ્રાવધાનને રદ કરવાના કેન્દ્રના 5 ઓગસ્ટ, 2019ના નિર્ણયની બંધારણીય માન્યતા, અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરનાર જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમની માન્યતા, 20 જૂને જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાદવા અંગે ચર્ચા કરી હતી. 19 ડિસેમ્બર 2018માં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં અને 3 જુલાઈ 2019 ના રોજ તેના વિસ્તરણ સહિત વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતાં.

અનુચ્છેદ 370 રદ કરવા અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ને પડકારતી અનેક અરજીઓ 2019માં બંધારણીય બેંચને મોકલવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ને કારણે અગાઉના રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Virender Sehwag/ ODI વર્લ્ડ કપ માટે “વીરેન્દ્ર સેહવાગે” BCCI પાસે આ સૌથી મોટી માંગ કરી

આ પણ વાંચો: Sanatan Dharma/ “ઉધયનિધિ”ના વિવાદિત નિવેદન મામલે 262 મોટી હસ્તીઓએ CJIને પત્ર લખ્યો!!

આ પણ વાંચો: NEPAL/ ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશ નેપાળમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો…! PM પ્રચંડે કર્યા વખાણ