8મી જાન્યુઆરીના મહારાષ્ટ્રના વિદર્ભમાં નાગપુર તરફ રબારી માલધારીઓ ઊંટનું વેચાણ કરવા જઇ રહ્યા હતા. ત્યારે પાંચ માલધારીઓને અમરાવતીમાં આ ઊંટ રાજસ્થાનથી હૈદરાબાદ કતલ કરવાના ઇરાદે લઇ જવાઇ રહ્યા છે, તેવી બાતમી અપાઈ હતી.
મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોને તેમના 58 ઊંટને અંતે મુક્તિ મળી છે. અમરાવતીની સેસન્સ કોર્ટ દ્વારા ઊંટોને મૂક્ત કરવા આદેશ કરાયો હતો. પરંતુ સ્થાનિક લોકો દ્વારા અને કેટલાક જીવદયા પ્રેમીઓ દ્વારા કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.
જેના પર હંગામી સ્ટે ઓર્ડર મળતા 20 દિવસ વધુ માલધારીઓએ હાલાકી ભોગવવી પડી હતી. છેવટે અમરાવતીની જિલ્લા અદાલતે પણ ઊંટોને છોડી મુકવાનો આદેશ કરતા બે દિવસ પહેલા કચ્છના રબારી માલધારીઓને પોતાના ઊંટોનો કબ્જો મળી શક્યો હતો. જો કે કબ્જો મળ્યા પછી તરત જ એક ઊંટનું મરણ થતા માલધારીઓ દ્વારા પાંજરાપોળ સામે બેદરકારીનો કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે જે તે વખતે ઊંટ અંગે ક્ચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મુક્ત કરવાની સરકાર સમક્ષ રજૂઆત કરી હતી,જે રજૂઆતનો પડઘો પડ્યો છે.
World / કોરોનાએ શાહી પરિવાર પર મચાવી તબાહી, પ્રિન્સ ચાર્લ્સ બાદ પત્ની કેમિલા પણ પોઝિટિવ
