Gandhinagr News/ વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની મુલાકાત, રાજ્યના વિકાસ રોડમેપ પર ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાંPM મોદી સાથે મુલાકાત કરી. બેઠકમાં ગુજરાતના વિકાસ રોડમેપ, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ વગેરે પર વિસ્તૃત ચર્ચા થઈ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
PM મોદી

Gandhinagr News:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) શુક્રવારે નવી દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાતને મુખ્યમંત્રીએ “ઊર્જાથી ભરપૂર” અને “અત્યંત પ્રેરણાદાયી” ગણાવી છે. આ બેઠક ગુજરાતમાં નવા મંત્રીમંડળની (Cabinet) રચના બાદની મહત્વની મુલાકાત છે, જેમાં રાજ્યના ભાવિ વિકાસના રોડમેપને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ઊર્જાથી ભરપૂર રહી.

PM modi

PM નરેન્દ્ર મોદી સાથે ગુજરાત વિકાસ કર્યો પર ચર્ચા

ગુજરાતના (Gujarat) સર્વાંગી વિકાસ માટે તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.”આ બેઠકમાં તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં થયેલી વિકાસલક્ષી ચર્ચાઓ અને આયોજનોના અમલીકરણ અંગે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું કે,રાજ્ય સરકાર આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, “વિકસિત ગુજરાત @ 2047″ના વિઝન હેઠળ રાજ્યને વધુ આગળ લઈ જવા માટેના પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા થઈ હતી.

PM મોદીએ ગુજરાતના વિકાસના પ્રયાસોને રાષ્ટ્રીય ધ્યેયો સાથે સંકલન કરવા માટે મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.આ મુલાકાતનું મહત્વ એટલું વધુ છે કારણ કે ગુજરાતમાં 2025ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જે વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રી કાળમાં 2005માં શરૂ થયેલી પરંપરાને આગળ વધારે છે. રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીઓ માટે હજારો કરોડના ગ્રાન્ટ્સનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી 20-21 ડિસેમ્બરે આસામની મુલાકાત લેશે

આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 3 વર્ષ પૂર્ણ,સ્વાગત પોર્ટલથી 1.69 લાખ ફરિયાદોનું સફળ નિવારણ કરાયું

આ પણ વાંચોઃસ્માર્ટ સિટીઝ કાર્યક્રમમાં ગુજરાત અગ્રેસર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ