Surat News/ સુરતમાં સગીરે સગીરાને કરી પ્રેગનન્ટ

સુરતમાં 16 વર્ષના સગીરે 14 વર્ષની સગીરાને (Minor) ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સગીર અને સગીરા બન્ને ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. . 14 વર્ષની સગીરાએ 16 વર્ષના સગીર સાથે છ વખત શારીરિક સંબંધ બનાવ્યા હતા.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં 16 વર્ષના સગીરે 14 વર્ષની સગીરાને (Minor) ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સગીર અને સગીરા બન્ને ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. . 14 વર્ષની સગીરાએ 16 વર્ષના સગીર સાથે છ વખત શારીરિક સંબંધ બનાવ્યા હતા.

સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેનું ચેકઅપ કરાવવા દરમ્યાન એ જાણમાં આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે. આ મામલે સગીરાના પિતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.. ફરીયાદને આધારે પોલીસે તરુણને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.

દરેક મા-બાપે પોતાની દિકરી અને દિકરો કયા માર્ગે જઇ રહ્યા છે તેના પર નજર રાખવી પડે તેવો આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.. આ કિસ્સો માત્ર મા-બાપ માટે આંખ ઉઘાડનારો જ નથી પરંતુ સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તેની ગંભીર ચિંતા ઉપજાવનારો પણ છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેનું ચેકઅપ કરાવવા દરમ્યાન એ જાણમાં આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે. આ મામલે સગીરાના પિતાએ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

હવે આ કિસ્સામાં પોલીસ માટે વિચારવાલાયક બાબત એ છે કે અહીં તો પીડિત અને ગુનેગાર બંને સગીર છે. તેથી આમા પોક્સો કોઈના પર લાગી જ શકે તેમ છે. તેથી પીડિત અને આરોપી બંનેને કાઉન્સેલિંગ માટે જ મોકલવામાં આવે તેમ મનાય છે. તેમા પીડિતને કાઉન્સેલિંગ માટે મોકલવાનો સમાવેશ થાય છે. જ્યારે સગીર આરોપીને કાઉન્સેલિંગની સાથે-સાથે બાળ સુધાર ગૃહમાં પણ મોકલવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારાઈ

આ પણ વાંચો: પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતાં નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: પાટણના કાકોશી ગામની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ