Patan News/ પાટણમાં દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારાઈ

પાટણમાં દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દુષ્કર્મ આચરનારને સજા ફટકારવામાં આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરનારને સજા ફટકારવામાં આવી છે. પાટણની કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા અને 82 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Gujarat Others Breaking News

Patan News: પાટણમાં દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દુષ્કર્મ આચરનારને સજા ફટકારવામાં આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરનારને સજા ફટકારવામાં આવી છે. પાટણની કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા અને 82 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં દસ વર્ષ પહેલા બનેલી ઘટનાના કેસમાં છેવટે પીડિતને ન્યાય મળ્યો છે. પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. કિશોરીનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ હતી. તેને અલગ-અલગ સ્થળે લઈ જઈને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે સગીરાને શોધી કાઢીને આરોપીની ધરપકડ કરી હતી.

સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ સુનિલ એમ ટાંકે આરોપી આબિદ મનસૂરીને સજા ફટકારી હતી. સરસ્વતી તાલુકાના ગામની સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને આ સજા ફટકારવામાં આવી હતી. આરોપી જો દંડ ન ભરે તો તેને છથી વધુ ત્રણ માસની સખત કેદની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 17 વર્ષની કિશોરીનું 17 જુન 2014ના રોજ આરોપીએ અપહરણ કરતાં ફરિયાદ નોંધાઈ હતી.

પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી ઈસમે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણમાં પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામના ઈસમે 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પોતાની હવસનો સિકાર બનાવી હતી. હોટલોમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. તેમજ ફોટા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

સગીરા પાસેથી પૈસા ખંખેરવા માટે અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ ત્રસ્ત થઈ જતાં પરિવારને જાણ કરી હતી, બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો હેઠળ પાટણના પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતાં નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: પાટણના કાકોશી ગામની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ

આ પણ વાંચો: પાટણમાં દુષ્કર્મની ઘટના, પકોડી લેવા ગયેલ યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ