એસીબી દ્વારા સફળ ટ્રેપ (ACB Trap) કરવામાં આવી હતી. 70 હજારની લાંચ લેતા બે આંણદ LCBમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ અને ASI ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર ઝડપાયાં છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, ફરિયાદી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, જે ગુન્હાના કામે હાજર થવા હેતુ આ કામના આક્ષેપિતો ફરીયાદીના ઘરે ગયા હતા અને ત્યાં ફરીયાદી પાસે રૂ.4,00,000 ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.70,000 લેવાનુ નક્કી કરેલ,જે રૂ.70,000 તથા એક જામીન લઇ એલ.સી.બી.ઓફીસ આવી જવા જણાવેલ. અને આક્ષેપિતોએ માંગણી કરેલ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હતા.
ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો અને આજે લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. રૂ.70,000 ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગરનાઓએ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ,અને હિતેશભાઇ જીવાભાઇ ચૌહાણ જેઓ કામ અર્થે બહાર ગયેલ ત્યાંથી નાસી ગયા હતા.
આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી
આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE
આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ
