દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. પહેલા દિલ્હી હાઈકોર્ટે તેના જામીન પર સ્ટે મૂક્યો અને હવે સીબીઆઈએ તેની ધરપકડ પણ કરી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા બાદ કોર્ટ પાસેથી કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. જેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલને 3 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.
સુનિતા કેજરીવાલે શું કહ્યું?
આ સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. સુનીતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને 20 જૂને જામીન મળી ગયા. EDએ તરત સ્ટે મેળવ્યો. બીજા જ દિવસે સીબીઆઈએ તેમને આરોપી બનાવ્યા અને આજે ધરપકડ કરી. સુનીતાએ આરોપ લગાવ્યો કે આખી સિસ્ટમ માણસને જેલમાંથી બહાર ન આવે તે માટે પ્રયાસ કરી રહી છે. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, આ કટોકટી છે.
આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ
આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ
આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી
