Gir Somnath News/ દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકોની જોખમી મોજ, તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ

દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છત્તા જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યાં છે

Gujarat Others

Gir Somnath News : હવામાન વિભાગ દ્વારા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય દરિયામાં ભારે કરંટ તેમજ તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા તાત્કાલિક અસરથી આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ ગીર સોમનાથના વહિવટી તંત્ર દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છત્તા જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યાં છે.

ગીર સોમનાથમાં કેટલાક લોકો દરિયાની અંદર જઈને મુળ દ્વારકાના બીચ પર જોખમી સ્નાન કરી રહયા હોવાનું નજરે પડી રહ્યું છે. ડિપ્રેશનના કારણે હાલ અરબી સમુદ્રમાં દરિયામાં ઊંચા મોજો ઉછળી રહ્યાં છે. દરિયો રફ હોવા છતાં લોકો ન્હાવાની મજા માણી રહ્યાં છે. કેટલાક લોકો દરિયાની નજીક જઈને ન્હાવાની મજા માણતા જોવા મળ્યા છે. લોકો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાં લોકો તેનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે. અહી કોઈ દુર્ઘટના બની તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સામે આવ્યા છે.

ગીર સોમનાથમાં મુળ દ્વારકાના બીચ પર કોઈ અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા નથી. વરસાદી માહોલ અને દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો જોખમ સામે મોજ માણી રહ્યાં છે. લોકોની આ મોજ મોતની સજામાં ફેરવાઈ શકે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ઉપરાંત તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં લાગી આગ

આ પણ વાંચો:દિવાળીના તહેવારમાં એસ.ટી. નિગમનું વિશાળ આયોજન,વધારાની બસોની કરી વ્યવસ્થા

આ પણ વાંચો:જેસલમેરમાં બસમાં 20 લોકો જીવતા સળગી ગયા,ઓળખ માટે DNA નમૂના લેવાયા