BJP State Executive/ સેવાના સૂત્રના લીધે ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડતી નથીઃ પાટિલ

સીઆર પાટિલે ઉદઘાટન સત્રમાં જણાવ્યું હતું કે સત્તા દ્વારા સેવાના સૂત્રને સાર્થક કરવાના લીધે ગુજરાતમાં ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડી નથી. તેના બદલે સરકાર તરફી સાનુકૂળ વલણ જોવા મળ્યું છે

Top Stories Gujarat
BJP State executive
  • સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રાદેશિક કારોબારીની બેઠકનો પ્રારંભ
  • ગુજરાતની પ્રજાને પીએમ મોદીના વિઝનમાં અતૂટ વિશ્વાસઃ પાટિલ
  • ભાજપનો અભિગમ ચૂંટણીલક્ષી નહીં પણ પ્રજાની સેવામાં તત્પર રહેવાનોઃ પાટિલ

BJP State Executive ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે ભાજપની પ્રાદેશિક કારોબારીનો બીજો દિવસ છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ઉદઘાટન સત્રમાં જણાવ્યું હતું કે સત્તા દ્વારા સેવાના સૂત્રને સાર્થક કરવાના લીધે ગુજરાતમાં ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડી નથી. તેના બદલે સરકાર તરફી સાનુકૂળ વલણ જોવા મળ્યું છે.  ભાજપના ઐતિહાસિક વિજયનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. BJP State Executive ગુજરાતની પ્રજાને પીએમ મોદી પર વિશ્વાસ હોવાથી ભાજપને રેકોર્ડબ્રેક માર્જિનથી જીતાડી ગુજરાતને વિકાસશીલ બનાવવાની જવાબદારી ભાજપને સોંપી છે. આ ચૂંટણીમાં ભાજપે અગાઉ ક્યારેય જીતી શક્યું ન હતું તેવી બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી.

પાટિલ સાહેબે ઉદ્ધાટન સત્રમાં જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બેઠક મેળવવામાં મહત્વનો શ્રેય જો કોઇને જાય તો તે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે આજે પણ જનતાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ છે જેના કારણે ભાજપને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વિકાશશીલ બનાવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીને આપી છે. આ વખતની ચૂંટણીમાં 9 બેઠક એવી હતી કે આઝાદી પછી ભાજપ કયારેય જીતી શક્યુ ન હતુ તે આ વખતે જીતવામાં સફળતા મળી છે.

BJP State Executive 1 સેવાના સૂત્રના લીધે ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડતી નથીઃ પાટિલ

પાટિલે વધુમાં જણાવ્યું કે, કોરોના કાળમાં કોઇ પાર્ટીનો કાર્યકર બહાર નોહતો નીકળ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જનતાની વચ્ચે જઇ તેમની સેવા કરી હતી અને ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ આશરે 17 હજાર જેટલા આઇસોલેશ બેડ લગાવ્યા હતા,દર્દીઓ અને તેમના સગા માટે રસોઇની વ્યવસ્થા કરવી, દવા અને રસી માટે વ્યવસ્થા કરી તેમજ કેન્દ્ર સરકારની કુપોષણ યોજના ધ્યાને રાખી ભાજપના કાર્યકરે ગુજરાતને કુપોષિત બાળકોને સુપોષિત કરવા મદદ કરવા આગળ આવ્યા જનતા એ જાણે છે કે ભાજપ સિવાય અન્ય કોઇ રાજકીય પાર્ટીનો કાર્યકર સેવા કરવા આવતા નથી તે ફકત ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને ગેરેંટી કાર્ડ આપવાની વાતો કરે છે પણ ભાજપનો કાર્યકર જનતાના સુખે-દુખમાં મદદે આવે છે. મોરબીની ગોઝારી ઘટનામાં પણ દેશના પ્રધાનસેવકે તાત્કાલિક મદદ મળે તે માટે ત્રણેય પાંખના વડાઓને સુચના આપી જવાનોને મદદ માટે મોકલ્યા તો મોરબીના ધારાસભ્ય અને મુખ્યમંત્રીશ્રીએ બનતી મદદ કરી અને તેના કારણે મોરબીની બેઠક પણ વધુ મતોથી જીતી શક્યા.

પાટિલ સાહેબે પેજ કમિટી અને બુથ કમિટિમાં શું તફાવત છે તેની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન આપ્યુ હતું. ચૂંટણીમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ જન જન સુઘી પહોંચાડવામાં મદદ કરી જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામે ગામે ખૂણે ખૂણે યોજના કાર્યકરો પહોંચાડી શકવાનો પ્રયાસ કરે છે. સરકારી યોજનાનો લાભ જો જનતાને મળે તેના માટે કાર્યકર તત્પર રહે. પીએમ નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજયના મુખ્યમંત્રી સમયે વિકાસના કાર્ય થકી આજે ગુજરાતને નવી ઉંચાઇ પર લઇ જવામાં મદદ મળી છે. ગુજરાતમાં જનતા વિકાસને ધ્યાને રાખી મત આપે છે તેના કારણે રાજયમાં કયારેય ત્રીજી પાર્ટીને સ્વીકારતી નથી.ભાજપ સત્તા મેળવી જનતાની સેવા કરે છે તેનો જનતાને વિશ્વાસ છે. ભાજપ સત્તા મેળવી સેવા કરી હોવાના કારણે ભાજપને એન્ટીઇકમ્બન્સી નડતી નથી.  આપ પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો પણ ભાજપની લીડને પહોંચી શકે તેવા પરિણામ નથી. આપ પાર્ટીને કારણે ભાજપને ફાયદો થયો તેમ રાજકીય વિશલેષકો કહે છે પણ તે સાચુ નથી ભાજપના કાર્યકરોના દમ પર જીતે છે. જે બેઠકો આ વિઘાનસભામાં નબળી સરસાઇથી જીત્યા છીએ તેના પર પણ આજે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

સ્પાઇસજેટમાં પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરતા ઉતારી દેવાયો

ભારતને આજે ન્યૂઝીલેન્ડને હરાવી ટી-20 પછી વન-ડેમાં પણ નંબર વન થવાની તક

દિગ્વિજય સિંહની સર્જિકલ સ્ટ્રાઈકની ટિપ્પણીથી અસંમતઃ રાહુલ ગાંધી