Netflix series 'The Crown'/ ડાયનાના મુત્યુનો સીન થવાનો હતો શૂટ આ કારણે રદ કરવામાં આવ્યું શૂટિંગ..જાણો

એવોર્ડ વિનિંગ નેટફ્લિક્સ સિરીઝ ‘ધ ક્રાઉન’નું શૂટિંગ બંધ થઈ ગયું છે વાસ્તવમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનને ધ્યાનમાં રાખીને વેબ સિરીઝનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે

Top Stories Trending Entertainment
9 15 ડાયનાના મુત્યુનો સીન થવાનો હતો શૂટ આ કારણે રદ કરવામાં આવ્યું શૂટિંગ..જાણો

એવોર્ડ વિનિંગ નેટફ્લિક્સ સિરીઝ ‘ધ ક્રાઉન’નું શૂટિંગ બંધ થઈ ગયું છે. વાસ્તવમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનને ધ્યાનમાં રાખીને વેબ સિરીઝનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. આજે બાર્સેલોનામાં પ્રિન્સેસ ડાયનાનો કાર ક્રેશ સીન વેબ સિરીઝમાં શૂટ થવાનો હતો. પ્રિન્સેસ ડાયનાનું 1997માં પેરિસમાં અવસાન થયું હતું. આ સીન સ્પેનના બાર્સેલોનામાં ‘ધ ક્રાઉન’માં શૂટ થવાનો હતો. વેબ સિરીઝ તેની છઠ્ઠી સિઝનનું શૂટિંગ કરી રહી છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સન્માનમાં શૂટ રોકી દેવામાં આવ્યું છે.

વેબ સિરીઝની પાંચમી સિઝન આ ઓટમમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જયારે  તેની છઠ્ઠી સિઝનનું શૂટિંગ હજી ચાલુ છે. આ સિઝનમાં, એલિઝાબેથ ડેબીકી વેલ્સની સ્વર્ગસ્થ રાજકુમારીનું પાત્ર ભજવે છે. જયારે ઇમેલ્ડા સ્ટૉન્ટને સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્ધિતીયની ભૂમિકા ભજવી હતી. આ વેબ સિરીઝમાં ખૂબ જ સારી રીતે બતાવવામાં આવશે કે કેવી રીતે પ્રિન્સેસ ડાયનાની કાર ક્રેશ થઈ અને તે પછી તેનું મૃત્યુ થયું.

બાર્સેલોનામાં આ સીન શૂટ કરવા માટે રસ્તાઓ પર ફ્રેન્ચ રોડ સાઈન લગાવવામાં આવ્યા છે. હોલીવુડના એક રિપોર્ટરે તેનો વીડિયો અને કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જો શૂટિંગ આવતા અઠવાડિયાથી શરૂ થયું હોત તો તે ઓક્ટોબરના અંત સુધી ચાલ્યું હોત. પરંતુ હવે આખા શૂટિંગમાં એક અઠવાડિયાનો ગેપ રહેશે. ‘ધ ક્રાઉન’ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર ખૂબ જ લોકપ્રિય છે. ભારતમાં તેના ઘણા ચાહકો છે.