Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે

Top Stories Gujarat
Untitled 11 1 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે. કોરોના  કેસ માં સતત  ઉછાળો જોવા  મળી રહ્યો  છે . સાથે  કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 968કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 391કેસ  વડોદરામાં 64, આણંદમાં 29કેસ, સુરતમાં 209  , રાજકોટમાં 40 કોરોનાના  કેસ ખેડામાં 39 વલસાડમાં 21 અને નવસારીમાં 9 નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 141 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  એક પણ દર્દીનું  મોત  થયું  છે .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,33,279 પર  પહોચ્યો છે  . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,896ને આસપાસ થઈ  છે

આ  પણ વાંચો:Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 968 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 391 કેસ
સુરતમાં 209 કેસ નોંધાયા
વડોદરામાં 64 કેસ રાજકોટમાં 40
આણંદમાં 29 ખેડામાં 36
વલસાડમાં 27 અને નવસારીમાં 21
છેલ્લા 24 કલાકમાં 141 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4,753
રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,33,279
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,896
રાજ્યમાં ઓમિક્રોનનો આજે કોઇ કેસ નોધાયો નથી