Thomas Cup Badminton Tournament/ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ

થાઈલેન્ડના બેંગકોકમાં રમાઈ રહેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચીને ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે

Top Stories Sports
7 1 5 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ

થાઈલેન્ડના બેંગકોકમાં રમાઈ રહેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચીને ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષના ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 1952, 1955 અને 1979માં સેમીફાઈનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ડેનમાર્કને 3-2થી હરાવ્યું હતું.

કિદામ્બી શ્રીકાંત, સિંગલ્સમાં એચએસ પ્રણોય અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ પોતપોતાના વિરોધીઓ સામે જીત્યા હતા. જોકે, લક્ષ્ય સેનને વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એક્સેલસનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.