Devbhumi Dwarka/ જાણો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની વિશેષતા

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું 3D મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી. સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક  મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો….

Top Stories Gujarat Trending
Beginners guide to 69 1 જાણો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની વિશેષતા

Gujarat News:   ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂપિયા 978 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ અવસરે જોડાયા હતા. વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુ વડાપ્રધાન મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો.

WhatsApp Image 2024 02 25 at 9.55.22 AM 1 જાણો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની વિશેષતા

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું 3D મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી. સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક  મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે.

WhatsApp Image 2024 02 25 at 9.55.23 AM જાણો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની વિશેષતા

સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો

બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Image 2024 02 25 at 9.10.01 AM 1 જાણો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની વિશેષતા

WhatsApp Image 2024 02 25 at 9.55.23 AM 1 જાણો ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુની વિશેષતા

સુદર્શન સેતુની વિશેષતાઓ

  • બ્રીજની લંબાઇ 2320 મીટર, જેમાં 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
  • બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20 x 12 મીટરના 4 મોરપંખ આકારવામાં આવ્યા છે.
  • ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર
  • બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
  • આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ છે.
  • ફૂટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
  • ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગમાં થશે.
  • બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને આપી મહત્વની સૂચના

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચ્યા, દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે

આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…