Politics/ લોકડાઉન લાગશે કે નહી હવે રાજ્ય સરકારો કરશે નિર્ણય : અમિત શાહ

દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. આજે કોરોનાનાં વધતા કેસનાં કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.

Top Stories India
123 13 લોકડાઉન લાગશે કે નહી હવે રાજ્ય સરકારો કરશે નિર્ણય : અમિત શાહ

દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. આજે કોરોનાનાં વધતા કેસનાં કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. કેટલાક રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોનાં મનમાં એક સવાલ છે કે શું દેશમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવશે કે કેમ?

Covid-19 / ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ચર્ચા અંગે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે હવે રાજ્યોનાં હાથમાં છૂટ આપી છે કે તેઓ નિયંત્રણો અંગેનાં નિર્ણય લે, રાજ્ય સરકારો પોતાના નિર્ણયો લઈ રહી છે. આવી સ્થિતિમાં, હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે, જે રાજ્યોમાં કોરોનાનાં વધુ કેસો આવી રહ્યા છે, ત્યાં રાજ્ય સરકાર પોતાના સ્તરે લોકડાઉનનો નિર્ણય લેશે. તાજેતરમાં અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યોને પ્રતિબંધો પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. કારણ કે દરેક રાજ્યની પરિસ્થિતિ એકબીજાથી જુદી હોય છે. આવી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોએ લોકડાઉન લાદવું કે નહીં તે નિર્ણય લેવો પડશે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે લોકડાઉન થયું ત્યારે દેશમાં આરોગ્યનું માળખું ખૂબ જ નબળું હતું, બેડ્સ, ટેસ્ટિંગ, ઓક્સિજન સહિતની અનેક પ્રકારની સુવિધાઓ પહેલા મોટા પ્રમાણમાં નહોતી. જો કે હવે કેન્દ્ર અને રાજ્યોની મદદથી ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહે કહ્યું કે, કોરોના સામે લડવા માટે, દરેક રાજ્યોએ અહીંની પરિસ્થિતિ અનુસાર પોતાના નિર્ણય લેવા પડશે અને કેન્દ્ર સરકાર તેમની સંપૂર્ણ મદદ કરશે.

Covid-19 / અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધતા વેપારી સંગઠનોએ લીધો મોટો નિર્ણય

દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં આઇસીયુનાં બેડ્સ ફૂલ થઈ ગયા છે. દિલ્હી સરકારે તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સથી પોતાના ત્યા 80 ટકા બેડ્સ માત્ર કોવિડ દર્દીઓ માટે અનામતમાં રાખવા જણાવ્યું છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે સવારે 11 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વધુમાં કહ્યું કે, કુંભ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સંતો સાથે વાત કરી હતી અને કુંભને પ્રતિકાત્મક કરવાની વાત કહી છે. 13 માંથી 12 અખાડાએ તેમના વતી કુંભ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે, હવે લોકોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. અમિત શાહે કહ્યું કે, જે રાજ્યોમાં વિદેશથી લોકોની અવરજવર વધુ હોય છે, ત્યાં કોરોનાનો ઝડપથી પ્રસાર થયો છે. જે રાજ્યોમાં જ્યાં કુંભ અથવા ચૂંટણી નથી, કોરોનાનાં આંકડા ઝડપથી વધી રહ્યા છે અને દેશમાં સૌથી વધુ છે.

Untitled 34 લોકડાઉન લાગશે કે નહી હવે રાજ્ય સરકારો કરશે નિર્ણય : અમિત શાહ