Not Set/ માયાવતીએ PMની વિદેશનીતિ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ પડોશી સાથે ઝઘડો કરી કોઇ ખુશ નથી રહ્યુ

બહુજન સમાજવાદી પાર્ટી અધ્યક્ષ માયાવતીએ મોદી સરકાર પર દક્ષિણ એશિયાનાં દેશોનું સંગઠન દક્ષેસની અવગણના કરવાનો આરોપ મૂક્યો છે. માયાવતીએ કહ્યું કે, આ નીતિ ભારતનાં હિતમાં નથી અને પાડોશી સાથે ઝઘડો કરીને કોઈ પણ ખુશ થઈ શકશે નહીં. તેઓએ આ વિશે ટ્વિટ કર્યું છે. માયાવતીએ શનિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “ભારતમાં નેપાળનાં રાજદૂતની એ વાત […]

Top Stories India
1489244821 6753 માયાવતીએ PMની વિદેશનીતિ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ પડોશી સાથે ઝઘડો કરી કોઇ ખુશ નથી રહ્યુ

બહુજન સમાજવાદી પાર્ટી અધ્યક્ષ માયાવતીએ મોદી સરકાર પર દક્ષિણ એશિયાનાં દેશોનું સંગઠન દક્ષેસની અવગણના કરવાનો આરોપ મૂક્યો છે. માયાવતીએ કહ્યું કે, આ નીતિ ભારતનાં હિતમાં નથી અને પાડોશી સાથે ઝઘડો કરીને કોઈ પણ ખુશ થઈ શકશે નહીં. તેઓએ આ વિશે ટ્વિટ કર્યું છે. માયાવતીએ શનિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “ભારતમાં નેપાળનાં રાજદૂતની એ વાત સમજણથી ભરેલી છે કે, બિમસ્ટેક સંગઠન દક્ષિણ એશિયાનાં દેશોનાં સાર્કનો વિકલ્પ ન હોઈ શકે.” તેમણે સરકારને સલાહ આપી, “પાડોશી સાથે લડ્યા પછી કોઈ પણ ખુશ થઈ શકશે નહીં. પાકિસ્તાન તેનુ ઉદાહરણ છે, જેનો સંબંધ તેના પડોશીઓ સાથે સારો નથી અને તે ગર્તમાં જઇ રહ્યુ છે.”

માયાવતીનો ઇશારો 30 મે નાં રોજ વડાપ્રધાન મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશો સિવાય બિમ્સટેકનાં સભ્ય દેશોને આમંત્રીત કરવા પર છે. આપને જણાવી દઇએ કે, ટેકનિકલ અને આર્થિક સહયોગ માટે ગઠિત સંગઠન બિમ્સટેકમાં ભારત સિવાય દક્ષિણ એશિયાનાં 6 દેશ સભ્ય છે. જેમા બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાંમાર, નેપાળ, થાઈલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. વળી સાર્ક દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને માલદીવનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને એક દિવસ પહેલા જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરી ચૂંટાયા પર પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. આ પત્રમાં તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા વાતાવરણ પર વાતચીતથી ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કાશ્મીરને લઇને કહ્યુ કે, આ મુદ્દો બંન્ને દેશ વાતચીતથી ઉકેલી શકે છે. જોવાનું રહેશે કે પાકિસ્તાનનાં વડાપ્રધાન દ્વારા કાશ્મીર મુદ્દે વાતચીતની અપીલને વડાપ્રધાન મોદી કેવી રીતે જોવે છે.