IT વિભાગના દરોડા/ સાલ ગ્રુપ પર ITની તપાસ બીજા દિવસે પણ યથાવત…

આજે એટલે કે ગુરૂવારે પણ આઇટી દરોડા ની તપાસ યથાવત છે ,આઇટી વિભાગે સતત બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.

Top Stories Gujarat
it સાલ ગ્રુપ પર ITની તપાસ બીજા દિવસે પણ યથાવત...

સાલ ગૃપ પર આઇટીની તપાસ યથાવત
આજે આઇટી દરોડનો બીજો દિવસ
સાલ ગૃપ અને શાહ એલોય કંપની પર કાર્યવાહી
ગઇકાલે તપાસમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા
છૂટક પત્રકો અને ડિજીટલ પુરાવા પણ મળ્યા
રાજેન્દ્ર શાહ અને કરણ શાહના વિવિધ સ્થળે દરોડા
આજે પણ તમામ સ્થળે કાર્યવાહી ચાલુ

આજે એટલે કે ગુરૂવારે પણ આઇટી દરોડા ની તપાસ યથાવત છે ,આઇટી વિભાગે સતત બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. તપાસમાં ગઇકાલે અનેક બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા,છૂટક પત્રકો અને ડિજીટલ પુરાવા પણ મળ્યા હતા,હજીપણ વધુ બેનામી સંપતિ મળવાની સંભાવના વધુ છે. આજે પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

 ઉલ્લેખનીય છે કે  અમદાવાદમાં IT વિભાગની દરોડાની કાર્યવાહી યથાવત છે. આજે એટલે કે બુધવારે અમદાવાદનાં જાણીતા સાલ ગ્રુપ પર આ તવાઇ રાજ્યમાં IT નાં દરોડાનું કાર્ય આજે પણ યથાવત છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ સ્થિત આવેલી એસ્ટ્રલ પાઇપ્સ કંપની પર IT નાં દરોડાની કાર્યવાહી બાદ હવે રાજ્યમાં બેક-ટૂ-બેક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જાણીતા સાલ ગ્રુપ પર  આ તવાઇ આવી છે.આવી છે સાલ હોસ્પિટલનાં ચેરમેન રાજેન્દ્ર શાહનાં નિવાસસ્થાને IT વિભાગે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, આશરે 2 ડઝન સ્થળોએ સર્વ અને સર્ચનું કામ ચાલી રહ્યુ છે. અમદાવાદની જાણીતી સાલ હોસ્પિટલનાં વડા રાજેન્દ્ર શાહનાં નિવાસસ્થાને દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા સમગ્ર રાજ્યનાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ સર્જાયો છે. મહત્વનું છે કે, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં રિઅલ એસ્ટેટ બાદ હવે તબીબી ક્ષેત્રે આઇટીની તપાસથી ભારે ખળભળાટ મચી ગયો છે.