આજકાલ ગુજરાતમાં રાજકીય મહેમાનોનો પ્રવાસ વધી ગયો છે. તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક જ કારણ હોય શકે. ગુજરાત વિધાનસભા ઈલેકશન 2022. બે દિવસ પહેલા જ્યારે વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતની મુલાકાત લઈને દિલ્હી પરત ફર્યા છે ત્યાં આજે વિદેશમંત્રી એસ.જયશંકર 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે તેઓ વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. વિદેશમંત્રી સવારે કલેક્ટર કચેરી ખાતે PM ફોર ચિલ્ડ્રન કાર્યક્રમમાં સામેલ થશે. જેમાં કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકોને સહાય વિતરણ કરવામાં આવશે. જે બાદ સાંજે CA અને વ્યાવસાયિકો સાથે બેઠક કરશે. ઉપરાંત આવતી કાલે પ્રધાનમંત્રી મોદીની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં પણ સામેલ થશે.
વિદેશમંત્રી જયશંકર આજ સવારના 9 વાગ્યે સર સયાજીનગર ગૃહમાં વડાપ્રધાનની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમમાં જોડાશે. તેમનો મુખ્ય કાર્યક્રમ હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહ્યો છે. ત્યાર બાદ સર સયાજી નગરગૃહમાં જ સાંજના ચાર વાગ્યે એમ.એસ.યુનિવર્સિટી આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. વાસ્તવમાં, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે. આજે વડાપ્રધાન આ બાબતે મોટી જાહેરાત પણ કરવાના છે.
આ પણ વાંચો : AMCમાં જ કોઈ છૂપો મોબાઈલ હેકર્સ લાગે છે!