છોટાઉદેપુર/ લગ્નપ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર, 150 કરતા વધુ લોકો સિવિલ હોસ્પિટલ ખસેડાયા

છોટાઉદેપુરના એક વિસ્તારમાં લગ્ન-પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.  જેમાં 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેને પગલે તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

Top Stories Gujarat
shanidev 4 લગ્નપ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર, 150 કરતા વધુ લોકો સિવિલ હોસ્પિટલ ખસેડાયા
  • છોટાઉદેપુરના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર,
  • 150 કરતા વધુ લોકોને ઝાડા ઉલ્ટી થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
  • છોટાઉદેપુરમા વિસ્તારમા લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ બની ઘટના,
  • બપોરના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ,

ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે ત ગરમીની અસર લગ્ન રસંગોમાં પીરસતા ભોજન ઉપર પણ જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઇઝનિંગની સમસ્યા વધી રહી છે. રાજ્યના ઘણા બધા શહેરોમાંથી ફૂડ પોઇઝનિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે.  ત્યારે હાલમાં છોટાઉદેપુરના એક વિસ્તારમાં લગ્ન-પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.  જેમાં 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેને પગલે તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરમાં કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 150 કરતા વધુ લોકોને ઝાડા ઉલ્ટી થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બપોરના જમણવાર બાદ અચાનક જ લોકો ઝાડા-ઉલટીની ફરિયાદો કરવા માંડ્યા હતા. અને હાલત ગંભીર બનતા તમામ દર્દીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવમ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી હતી. ગત્રીજ સાંજે  06:00 વાગ્યા સુધી દર્દીઓનો આંકડો લગભગ 150 સુધી પહોંચ્યો હતો. તો સાથે લગ્નમાં વડોદરા થી આવેલ જાનૈયામાં પણ ફૂડ પોઇઝનિંગનીઅસ્ર જોવા મળી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. તો સાથે જિલ્લાની અન્ય હોસ્પિટલોમાંથી તાત્કાલિક ડૉક્ટર અને નર્સને સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવાની સૂચના આપવામાં આવી હતી અને બીમાર દર્દીઓની સારવાર કરવા તાકીદ આપવામાં આવી હતી.  જોકે હાલમાં તમામ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે