Not Set/ અલ્પેશ ઠાકોરે શિસ્તબધ્ધ ગણાતી ભાજપ પાર્ટીની શિસ્તનાં ઉડાવ્યા લિરેલીરા

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે મોટી મોટી વાતો મીડિયા સમક્ષ કરી હતી. જેમા તેમણે ભાજપ પાર્ટીને વફાદાર રહેવાની સાથે પક્ષ જે કહેશે તે કરવાનુ નિવેદન આપ્યુ હતુ. પરંતુ પોતાના નિવેદન પર બની રહે તો તેને નેતા કહેવાય ખરા? તાજેતરમાં સામે આવ્યુ છે કે અલ્પેશ ઠાકોર ચૂંટણી ક્યાથી લડશે તે વિષય પર તે પોતે નિર્ણય […]

Gujarat Others
811577 alpesh thakor અલ્પેશ ઠાકોરે શિસ્તબધ્ધ ગણાતી ભાજપ પાર્ટીની શિસ્તનાં ઉડાવ્યા લિરેલીરા

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે મોટી મોટી વાતો મીડિયા સમક્ષ કરી હતી. જેમા તેમણે ભાજપ પાર્ટીને વફાદાર રહેવાની સાથે પક્ષ જે કહેશે તે કરવાનુ નિવેદન આપ્યુ હતુ. પરંતુ પોતાના નિવેદન પર બની રહે તો તેને નેતા કહેવાય ખરા? તાજેતરમાં સામે આવ્યુ છે કે અલ્પેશ ઠાકોર ચૂંટણી ક્યાથી લડશે તે વિષય પર તે પોતે નિર્ણય લેશે.

અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે તેણે કોંગ્રેસને પોતાનો રંગ બતાવતા ઘણી માંગો કરી હોવાનુ ચર્ચાયુ હતુ. આપને જણાવી દઇએ કે ભાજપમાં જોડાયા બાદ પક્ષ કહે તેવી વાતો કરતા અલ્પેશ ઠાકોરે પોતાનો અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધુ છે. હજુ રાધનપુરથી ચૂંટણી લડવા માટે ભાજપ તરફથી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ છતા તેણે ત્રણ દિવસ પછી પ્રચારનાં પ્રારંભની જાહેરાત કરી દીધી છે.

આ સ્પષ્ટપણે બતાવી રહ્યુ છે કે તે હવે ભાજપને પણ દબાણ કરવા માંગે છે. તેણે રાધનપુરથી ત્રણ ચાર દિવસ બાદ પ્રચાર કાર્ય શરૂ કરવાની પણ તૈયારીઓ આદરી છે. કોંગ્રેસની માફક હવે ભાજપમાં પણ શિસ્તનાં લીરેલીરા ઉડાડવાની અલ્પેશ ઠાકોરની આ હરકતથી ભાજપનાં નેતાઓ નારાજ થયા છે. જો કે અલ્પેશ ઠાકોરનાં આ વલણથી આવતા સમયમાં પાર્ટી તરફથી તેને મોટો ફટકો પડે તો કોઇ નવાઇ નહી.

રાધનપુરમાં ચૂંટણી લડવાની ઇચ્છા રાખતા પ્રચાર શરૂ કરવાની વાતોનાં કારણે ભાજપમાં અંદરખાને ડખા પડ્યા છે. ભાજપનાં અંદરના ડખા તે વાતથી સમજી શકાય છે કે હવે કાર્યકરો રોષે ભરાતા કહી રહ્યા છે કે મૂળ કોગ્રેસીને જીત અપાવવા અમે અમારી જાતને ઘસીસુ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.