Not Set/ અમદાવાદમાં ફરીથી કોરોનાનો કહેર, લગ્ન પ્રસંગમાં આવેલા 11 લોકોને થયો કોરોના

અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ભાવનગરથી આવેલ 11 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. સિંધુભવન સ્થિત હોટેલમાં લગ્નમાં આવ્યા હતા.

Ahmedabad Gujarat
લગ્ન પ્રસંગમાં
  • અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણ
  • ભાવનગરથી આવેલ 11 લોકોને કોરોના
  • સિંધુભવન સ્થિત હોટેલમાં લગ્નમાં આવ્યા હતા
  • 25 થી 29 નવે. અમદાવાદ લગ્નમાં આવ્યા હતા
  • સંપર્કમાં આવેલ લોકોની શોધવાની કામગીરી શરૂ
  • સ્ટાફ અને ઉપસ્થિત મહેમાનોના કરાશે ટેસ્ટ    

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિયન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે એવામાં અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ભાવનગરથી આવેલ 11 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. સિંધુભવન સ્થિત હોટેલમાં લગ્નમાં આવ્યા હતા. 25 થી 29 નવે. અમદાવાદ લગ્નમાં આવ્યા હતા. સંપર્કમાં આવેલ લોકોની શોધવાની કામગીરી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો : જેતપુર નજીક ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે થઈ ટક્કર, એક મહિલાનું મોત, ચાર લોકો ઘાયલ

આ તમામ સંક્રમિતોની મેરિએટ હોટેલની ટ્રાવેલ હિસ્ટ્રી નીકળતાં આ ઘટનાની ગંભીરતા અનેકગણી વધી ગઈ છે, કારણ કે દિવાળી બાદ શરૂ થયેલી લગ્નસરાની મોસમમાં લોકો ખુબ મોટી સંખ્યામાં લગ્ન સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. તેમાં આ ભાવનગરનો પરિવાર તા.25 થી 29 નવેમ્બર દરમિયાન મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગમાં મહાલ્યા હતા. આથી આ 4 દિવસ દરમિયાન કેટલા લોકો અને કોણ-કોણ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા? તે શોધવા માટે માટે આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરવી પડશે. આ ઉપરાંત હોટેલના સ્ટાફ અને ત્યાં રોકાયેલા અન્ય મહેમાનો ઉપર પણ કોરોના સંક્રમણનું સંકટ સર્જાયું છે.

આ અંગે રાજ્ય સરકારે આંકડા પણ જાહેર કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં શનિવારે કોરોનાના 44 નવા કેસો સામે આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 12 કેસો સામે આવ્યા છે. જ્યારે ભાવનગરમાં 11, સુરત અને વડોદરામાં 5-5, દાહોદમાં 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 તેમજ કચ્છ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 36 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અસલીના બદલે નકલી સોનાનો વેપલો ચલાવતી ગેંગ પકડાઈ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 44  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,239 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,00,273 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 12,  ભાવનગર કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, દાહોદ 3,  નવસારી 2,  રાજકોટ 2,  વલસાડ 2,  કચ્છ1, રાજકોટ  કોર્પોરેશનમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો :તરછોડાયેલા નવજાત શિશુ માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં અનામી પારણું તૈયાર કરાયું

આ પણ વાંચો :તબીબોએ બેનર લઈને સુત્રોચ્ચાર સાથે રેલી યોજીને, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

આ પણ વાંચો :મનસુખભાઇ પગમાં કુહાડી નથી મારતા પણ કુહાડી પર પગ મારે છે,જે હોય એ બોલી દે છે: સી.આર.પાટીલ