અમદાવાદ/ ક્રાઈમબ્રાંચે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, રાજસ્થાનનાં વાહન ચોરને ઝડપી પાડ્યો

રાજસ્થાનના રીઢા આંતરરાજ્ય વાહનચોરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 45 જેટલી વાહન ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.

Ahmedabad Gujarat
ગરમી 128 ક્રાઈમબ્રાંચે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, રાજસ્થાનનાં વાહન ચોરને ઝડપી પાડ્યો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

રાજસ્થાનના રીઢા આંતરરાજ્ય વાહનચોરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 45 જેટલી વાહન ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સરદારનગર આશ્રય ઈન એક્સપ્રેસ સામે રોડ ઉપરથી ક્રેટા કાર સાથે માંગીલાલ ઉર્ફે માંગીરામ નામના યુવકની ધરપકડ કરી છે. રાજસ્થાનના બાડમેરનો રહેવાસી આ શખ્સ ગુજરાત જ નહીં, પરંતુ ગુજરાત સિવાય પણ અનેક રાજ્યોમાંથી વાહનો ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

ક્રાઈમ: રિક્ષામાં બેસતા રાખજો થોડુ ધ્યાન, પેસેન્જરને બેસાડી રોકડ અને દાગીનાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ

પકડાયેલા આરોપી માત્ર ગુજરાત રાજ્યમાં ૨૦ જેટલા વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી પૂછપરછ કરતા સામે આવ્યું કે સાંચોર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશના કેસમાં તે પકડાયેલો છે.આરોપી તેના સાગરિતો સાથે રાજસ્થાનથી અલગ અલગ સ્વીફટ કાર લઇને અલગ અલગ શહેરોમાં જઈ રાત્રિના સમયે રોડ પર તેમજ આજુ બાજુમાં પાર્ક કરેલી બોલેરો કેમ્પર તથા પિકઅપ ડાલા અને અન્ય વાહનોની ડુપ્લીકેટ ચાવીથી તથા એ.સી.એમ મશીન ચોરી કરતા હતા અને વાહનો રાજસ્થાન લઈ જઈ બાડમેર ખાતે ગેરકાયદેસર ડોડાના વેપાર સાથે સંકળાયેલા અલગ-અલગ માણસોને વેચી નાખતા હતા.

ગુજરાત: જામનગરનાં ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી લંડનથી પકડાયો, જુઓ આરોપીઓની Exclusive તસવીરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના વાહનો રિકવર કરવા માટે અને અન્ય સાગરીતોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાનના બાડમેરમાં મોકલી છે, અને પકડાયેલા આરોપીને હિંમતનગર પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનાના કામે સોંપવા તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ