Dharoi dam/ ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત ચાર ફૂટ બાકી, સાત જિલ્લાઓમાં એલર્ટ

રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે અને તેની સામે તે હાલમાં 618 ફૂટ એટલે કે લગભગ 90 ટકા સુધી ભરાયો છે.

Top Stories Gujarat
Dharoi Dam 1 ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત ચાર ફૂટ બાકી, સાત જિલ્લાઓમાં એલર્ટ

મહેસાણાઃ રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે અને તેની સામે તે હાલમાં 618 ફૂટ એટલે કે લગભગ 90 ટકા સુધી ભરાયો છે. તેના પગલે સાત જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય હજી પણ ચાલતા વરસાદના રાઉન્ડના લીધે બંધમાં પાણીની નવી આવક થવાની સંભાવના છે.
આજે ધરોઈના બંધમાંથી એક ગેટ ખોલીને 4,600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ બંધમાં પાણીની આવક વધતા ખેડૂતોને હવે સિંચાઈના પાણીની ચિંતા રહેશે નહી તથા પૂરતુ પાણી મળી રહેશે. ડેમમાં પાણીની સારી આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે. વિધાનસભ્ય સરદાર ચૌધરીની રજૂઆતના પગલે બંધનો એક દરવાજો ખોલાયો હતો.
ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતા સાત જિલ્લા કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ છે. હાલમાં સાબરકાંઠામાં પણ ધરોઈ ડેમમાંથી 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરના નદીકાંઠા વિસ્તારોમાં લોકોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.
ધરોઈ ડેમમાં રવિવારે સવારે 11 કલાકે પાણીનો જથ્થો 86.33 ટકા હતો. જેની સપાટી 618.43 ફૂટ નોંધાઇ હતી. તેમજ આગામી સમયમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને હવામાન આગાહી પગલે ધરોઈ ડેમમાં પાણીની સપાટી અને સ્ટોરેજ વધવાની શક્યતાઓને લઇ આજે બપોરે ધરોઈ જળાશયમાંથી 4600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમનો 1 દરવાજો 3.5 ફૂટ ખોલી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચોઃ Video/સુરતમાં પહેલા માળેથી પટકાઈ કિશોરી, CCTV જોઇને તમે પણ રડી પડશો

આ પણ વાંચોઃ gujarat rain/ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ સ્મરણ શક્તિ/હિંમતનગરનો મંત્ર પટેલ બોલી રહ્યો છે વૈદિક એ બી સી ડી,તમે નથી સાંભળી, તો બધા કામ બાજુ પર મુકી પહેલા સાંભળી લેજો

આ પણ વાંચોઃ જોખમી મુસાફરી/છોટાઉદેપુરમાં બ્રિજની હાલત કફોડી, વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી થવુ પડે છે પસાર

આ પણ વાંચોઃ અધિકારીઓ પર ઠલવાયો રોષ/ભાવનગર સાધારણ સભામાં રોડ ડ્રેનેજના નબળા કામની ફરિયાદ ઉઠી