- જેતપુર નજીક રણુજા મંદિર પાસે અકસ્માત
- ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં એક મહિલાનું નિપજ્યું મોત
- કેટર્સમાં કામ કરતી મહિલાઓની રીક્ષાને નડ્યો અકસ્માત
- રીક્ષા ચાલક, બે બાળકો તેમજ મહિલાઓ ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને જેતપુર સિવિલ હોસ્પિ. ખસેડ્યા
ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. સતત વધી રહેલા માર્ગ અકસ્માતમાં અનેક પરિવાર વિખેરાય છે તો કેટલાક માસૂમ લોકોએ પોતાના શરીરનો એક અંગ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઘટના જેતપુર નજીક રણુજા મંદિર પાસે ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે રિક્ષા ચાલક, બે બાળકો અને એક મહિલા ઘાયલ થયા છે.
આ પણ વાંચો :ઘરે તો ઠીક છે પણ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ સાસુ-વહુ સામસામે, મતદારો મૂંઝવણમાં

આ મામલે મળતી માહિતી અનુસાર, જેતપુર નજીક રણુજા મંદિર પાસે અકસ્માત ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેટર્સમાં કામ કરતી મહિલાઓની રીક્ષામાં સવાર હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત બે બાળકો અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘાયલ થયેલા તમામ લોકોને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યાં ઘયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : અસલીના બદલે નકલી સોનાનો વેપલો ચલાવતી ગેંગ પકડાઈ
આ પણ વાંચો :૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધો : CM ભુપેન્દ્ર પટેલ
આ પણ વાંચો :લીંબડીના શિયાણી ગામની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતનો ઊભો પાક ધોવાયો
