Omicron/ ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધો : CM ભુપેન્દ્ર પટેલ

ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. 

Top Stories Gujarat Others
નવા વેરિએન્ટ ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધો

ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી.  આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા તાકીદ કરી હતી. ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી

મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ  પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

રાજ્યના જામનગર જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી પરત  આવેલ યુવકને ઓમિક્રોન થયો હોવાનું સામે આવ્યું છે. યુવકના ટેસ્ટ માટે સેમ્પલ પુણે મોકલાયા હતા.આ માટે ગુજરાતમાં હવે સતર્કતા જરૂરી બની છે. જામનગરનો દર્દી હાઈરિસ્ક દેશમાંથી ગુજરાતમાં આવ્યો હતો. ત્યારે રાજકોટના બે દર્દીઓનો રિપોર્ટ પણ હજી પેન્ડિંગ છે. જે જોતા ગુજરાતમા ઓમિક્રોનના કેસમાં વધારો થાય તે જરૂરી બન્યુ છે.

એટ રિસ્ક’ દેશોમાંથી આવતી અત્યાર સુધીની 58 ફ્લાઈટ્સના આશરે 16 હજાર પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પૈકી 18 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સંક્રમિતોના રિપોર્ટ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ અંગે માહિતી આપી છે. તો રાજસ્થાનમાં 7 દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત પરેલા એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જેમાં પતિ-પત્ની સહિત તેમની બે પુત્રી સામેલ છે. તમામને ઓમિક્રોનના સંદિગ્ધ ગણાવી કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

ચિંતાની વાત એ છે કે 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો આ પરિવાર જયપુરમાં પોતાના 12 સંબંધીઓને મળ્યો હતો, તેમાંથી 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી એક 16 વર્ષનો તરુણ પણ સામેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટથી મુંબઈ પરત આવેલા 9 વિદેશી નાગરિકો સહિત 10 લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસનો આંક વધીને 28 થઈ ગયો છે. આ બધા લોકો 10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.

નવો વેરિઅન્ટ / અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા