Alert!/ અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નવા વેરિઅન્ટથી સંક્રમણની સંભાવના

શનિવારે અમદાવાદમાં કોરોનાનાં કેસમાં વધારો નોંધાતા નવા વેરિઅન્ટી સંક્રમણની સંભાવનાઓ વધી ગઇ છે. આ જ કારણ છે કે અમદાવાદીઓને સતર્કતા રાખવા તંત્ર અને સરકાર દ્વારા સતત સલાહ આપવામાં આવી રહી છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદીઓ સાવધાન
  • અમદાવાદીઓ થઇ જજો સાવધાન
  • નવા વેરિઅન્ટની દહેશતને પગલે રહેજો સતર્ક
  • નવો વેરિઅન્ટથી સંક્રમણની સંભાવના
  • અમદાવાદમાં કોરોના કેસોમાં વધારો
  • 24 કલાકમાં નવા 12 કેસ નોંધાયા
  • અમદાવાદમાં ટેસ્ટિંગની કામગીરી પર ફોકસ
  • ચાર જિલ્લામાં નવા કેસોમાં વધારો
  • રાજ્યમાં કોરોના કેસોમાં વધારો
  • નવા 44 કેસ સામે 36 દર્દી ડિસ્ચાર્જ

દુનિયામાં હાહાકાર મચાવી રહેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે ભારતમાં પણ પ્રવેશ કરી ચુક્યો છે. ભારતમાં આ નવા વેરિઅન્ટનો પહેલો કેસ કર્ણાટકમાંથી સામે આવ્યો હતો. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં સૌથી પહેલો કેસ જામનગરથી સામે આવ્યો છે. અને આ દર્દી વિશે કહેવાય છે કે તે વિદેશમાંથી ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો અને બાદમાં તે બાય રોડ જામનગર પહોંચ્યો હતો.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં નવા વેરિઅન્ટથી હવે ભારતમાં પણ ગભરાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઇ કાલે એટલે કે શનિવારે આ નવા વેરિઅન્ટનાં કેસની પુષ્ટી થયા બાદથી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. રાજ્યનાં મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી આ નવા વેરિઅન્ટને લઇને નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ગઇ કાલે એટલે કે શનિવારે અમદાવાદમાં કોરોનાનાં કેસમાં વધારો નોંધાતા નવા વેરિઅન્ટી સંક્રમણની સંભાવનાઓ વધી ગઇ છે. આ જ કારણ છે કે અમદાવાદીઓને સતર્કતા રાખવા તંત્ર અને સરકાર દ્વારા સતત સલાહ આપવામાં આવી રહી છે. અમદાવાદમાં શનિવારે નોંધાયેલા કેસની વાત કરીએ તો અહી નવા 12 કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ અને જે લોકોની સ્થિતિ થઇ હતી તે ફરી ન થાય તે માટે અમદાવાદમાં ટેસ્ટિંગની કામગીરી પર ફોકસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – નવી મુસિબત / Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?

જો કે અમદાવાદમાં ઘણા લોકો એવા પણ છે કે જેઓ આજે પણ આ વાતને ગંભીરતાથી લઇ રહ્યા નથી. બીજી લહેરમાં જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેઓ આવનારી ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં રાખી સાવધાન થઇ ગયા છે પરંતુ ગયા એવા પણ છે કે જેઓ આજે પણ આ મહામારીને સામાન્ય ગણી રહ્યા છે. જે અન્ય લોકો માટે ઘાતકી સાબિત થઇ શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…