Not Set/ IAFની શાન કહેવાતા રાફેલ જેટનું જામનગરમાં થયું આગમન, મોડીરાત્રે 3 વિમાને કર્યું લેન્ડીંગ

ભારતના કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન દ્વારા બોર્ડર પર તનાવ વધારવામાં આવી રહ્યો છે અને વારંવાર ઘુસપેઠ અને ફાયરીંગની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે,

Top Stories Gujarat Others
A 7 IAFની શાન કહેવાતા રાફેલ જેટનું જામનગરમાં થયું આગમન, મોડીરાત્રે 3 વિમાને કર્યું લેન્ડીંગ

ભારતના કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન દ્વારા બોર્ડર પર તનાવ વધારવામાં આવી રહ્યો છે અને વારંવાર ઘુસપેઠ અને ફાયરીંગની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, ત્યારે તેમને જવાબ આપવા માટે ભારતીય એરફોર્સની શાન કહેવાતા રાફેલ જેટ પ્લેનનો વધુ એક જથ્થો ભારત પહોચ્યો છે.

આ સમયે ભારત – ફ્રાન્સન કરાર મુજબ, ફ્રાંસ દ્વારા વધુ 3 રાફેલ વિમાન ભારત મોકલ્યા બાદ બુધવાર મોડીરાત્રે જામનગર એરબેઝ ઉપર રાફેલનું લેન્ડીંગ થયું હતું. આ ત્રણેય વિમાન ફ્રાન્સથી નીકળીને સીધા ભારત જ પહોંચ્યા હતા અને યુએઈની મદદથી માર્ગમાં હવામાં જ તેમાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કતારગામમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વિડીયો બનાવી પડાવ્યા રૂ. 1.26 કરોડ

આપને જણાવી દઈએ કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે 36  રાફેલ વિમાનની ખરીદી માટે 59 000 કરોડ રુપિયામાં ડીલ થઇ હતી, જામનગરમાં પહોચેલા આ જથ્થા સાથે હવે ભારતીય વાયુસેનાના બેડામાં પાસે 14 રાફેલ વિમાનનો કાફલો થઈ ગયો છે. આ પહેલાં 11 રાફેલનો જથ્થો ભારત આવી ચૂક્યો છે. આ સાથે એપ્રિલના બીજા સપ્તાહમાં ફ્રાંસથી વધુ સાત રાફેલ વિમાન ભારત આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો :IIM માં નોંધાયા વધુ આટલા પોઝિટિવ કેસ, માસ્ક વગરના લોકોને કરાશે 1 હજારનો દંડ

rafale 3 IAFની શાન કહેવાતા રાફેલ જેટનું જામનગરમાં થયું આગમન, મોડીરાત્રે 3 વિમાને કર્યું લેન્ડીંગ

ફ્રાંસથી આવેલા રાફેલ વિમાનના જથ્થાને વાયુસેનાના અંબાલા એરબેસ, ઉત્તર બંગાળમાં હાશિમાર એરબેસ અને જામનગરમાં તૈનાત કરાયા છે. જેમાં અંબાલા એરબેઝથી ચીનની સરહદ 200 કિમી દૂર હોવાને કારણે તેને ત્યાં તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટને ખાડાનગરી બનતા અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને, મ્યુનિ.કમિશનરને રજૂઆત