સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાયેલ હેલિકોપ્ટર જોય રાઈડ કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવાને કારણે અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર રિવરફ્રન્ટ પર જોય રાઈડ શરૂ કરવામાં આવશે. 12 ઓગસ્ટથી લોકો અમદાવાદને આકાશમાંથી જોઈ શકશે. જોય રાઈડ એરોટ્રાન્સ દ્વારા 1 જાન્યુઆરી, 2022 ના રોજ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 7500 થી વધુ લોકોએ તેનો આનંદ માણ્યો છે.
પ્રતિ પેસેન્જર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે
જોય રાઈડનું સંચાલન કરતી કંપની એરોટ્રાન્સે યાદીમાં જણાવ્યું છે કે જોય રાઈડ સપ્તાહમાં બે દિવસ શનિવાર અને રવિવારે ચલાવવામાં આવશે. દિવસભર જોય રાઈડમાં 75 મુસાફરોને લઈ જવામાં આવશે. એક રાઈડમાં 5 મુસાફરોને લઈ જવામાં આવશે અને લગભગ 10 મિનિટ સુધી હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ શહેર બતાવવામાં આવશે. પ્રતિ પેસેન્જર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જોય રાઈડ માટે ઓનલાઈન બુકિંગ થશે.

જોય રાઈડ માટે ઓનલાઈન બુકિંગ https://booking.aerotrans.in/ પરથી કરી શકાશે. દિવસ દરમિયાન હેલિકોપ્ટર 75 જેટલા મુસાફરો ટ્રિપ મારશે. દર શનિવારે-રવિવારે અને જાહેર રજાઓ દરમિયાન આ જોય રાઈડનો આનંદ શહેરીજનો માણી શકશે.

નોંધનીય છે કે, અમદાવાદ રિવકફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટ પાણીમાં ગયા બાદ જાન્યુઆરી 2022માં હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી. આ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (ગુજસેલ) 11 મહિના માટે એરોટ્રાન્સ સાથે સમજૂતી કરી હતી. જોય રાઈડનો રૂટ રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાયન્સ સિટી સુધીનો નક્કી કરાયો હતો. હાલ પણ આ જ રૂટ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ
આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!
