હાલ રાજયમાં સતત કોરોના કેસ વધતાં જોવા મળી રહે છે . તેમાં પણ છેલ્લા 2 દિવસમાં તો સતત કેસો નો ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા એક પખવાડીયામાં ૧૮ વર્ષથી નીચેની ઉંમર ધરાવતા ૬૧ બાળકો કોરોના સંક્રમિત થયા છે. દરમિયાન સાધુ વાસવાણી રોડ પર આવેલી કોર્પોરેશનની ઇંગ્લીશ મિડીયમ શાળા નં.૬૪માં એક વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થતાં સલામતીના ભાગ રૂપે તાત્કાલીક અસરથી શાળા પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
એક વિદ્યાર્થી અને એક શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે આ બંને લોકો છેલ્લા પાંચ દિવસથી શાળાએ આવતા ન હતાં છતાં તકેદારીના ભાગપે આજથી એક અઠવાડીયા માટે શાળા બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મહાપાલિકાની અન્ય કોઇ શાળામાં વિદ્યાર્થી, શિક્ષિક કોરોનાથી સંક્રમિત થયા ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. છેલ્લા એક અઠવાડીયામાં શહેરમાં ૧૮ વર્ષથીનીચેની વયના ૬૧ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે.
આ પણ વાંચો:સુરક્ષામાં ચૂક / હવે ઉત્તરાખંડના પૂર્વ CM ની સુરક્ષામાં થઈ ચૂક, મંચ પર ચાકુ લઈને પહોંચ્યો વ્યક્તિ
ગઇકાલે દિવસ દરમિયાન ૪,૫૨૩ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૮૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ શહેરમાં ૪૯૩ એક્ટીવ કેસ છે. જે પૈકી ૪૮૯ હોમ ક્વોરન્ટાઇન થયા છે અને ૪ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. વેન્ટીલેટર પર એકપણ દર્દી નથી. ગઇકાલે ૫૧ લોકો કોરોનાને મ્હાત કરવામાં સફળ રહ્યા હતાં.
ઝોન વાઇઝ જોવામાં આવે તો શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૩૫૦ એક્ટીવ કેસ છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૧૩૩ અને ઇસ્ટ ઝોનમાં માત્ર ૧૦ એક્ટીવ કેસ છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ૧૦૦થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. જેના પગલે કોર્પોરેશને ટેસ્ટીંગ વધારી દીધું છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએ ટેસ્ટીંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૦૦ ધન્વતરી રથ અને ૫૦ સંજીવની રથ પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર / જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા, IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
