Not Set/ કેશોદ/ સવા કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી બસ સ્ટેશનમાંથી અચાનક અનેક સુવિધાઓ ગાયબ, જાણો ક્યાં ગઈ બધી સુવિધાઓ…?

ગટર ઉભરાવી, ખુલ્લી ગટર, પંખાઓ, એલઈડી, સમય સુચક ડીસ્પલે બોર્ડ બંધ હાલતમા, દિવાલોમા તિરાડ ગંદકી, ખાનગી વાહનો પાર્કીંગ, સહિતની સમસ્યાઓ હોવા છતાંય તંત્ર મૌન. કેશોદ એસટી ડેપોનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જેના હજુ સવા વર્ષ માંડ થાયુચે ને છતમાંથી  પ્લાસ્ટરના પોપડા ખરવા  લાગ્યા હતા. છત ઉપરથી પોપડા મુસાફરોને બેઠક ઉપર […]

Gujarat Others

ગટર ઉભરાવી, ખુલ્લી ગટર, પંખાઓ, એલઈડી, સમય સુચક ડીસ્પલે બોર્ડ બંધ હાલતમા, દિવાલોમા તિરાડ ગંદકી, ખાનગી વાહનો પાર્કીંગ, સહિતની સમસ્યાઓ હોવા છતાંય તંત્ર મૌન.
કેશોદ એસટી ડેપોનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જેના હજુ સવા વર્ષ માંડ થાયુચે ને છતમાંથી  પ્લાસ્ટરના પોપડા ખરવા  લાગ્યા હતા. છત ઉપરથી પોપડા મુસાફરોને બેઠક ઉપર પડ્યા હોવાનો બનાવ બન્યો હતો. સદનશીબે કોઈ જાનહાની કે  મુસાફરોને ઈજા પહોંચી ન હતી. ત્યાર બાદ પણ પ્લાસ્ટરન પોપડા પડ્યા હતા. ત્યારે કેશોદ બસ સ્ટેશનનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ તેમા ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી હતી.  છતા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવી નથી. તેવુ લાગી રહ્યું છે અને જો તપાસ થઈ હોય તો જવાબદાર સામે પગલા લેવામાં આવ્યા હશે?
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૮.૧૦.૨૦૧૭ ના રોજ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ કેશોદ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવ નિર્માણ કરવામાં આવેલ આધુનિક સુવિધાસભર  કેશોદ એસટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. કેશોદ વાસીઓને એસટી ડેપોની અમુલ્ય ભેટ મળેલ પણ તેની નુકશાનીની શરૂઆત થતા કેશોદવાસીઓમાં નારાજગી જોવા મળી રહી હતી.  પહેલી વખત પ્લાસ્ટરના પોપડા પડયા હતા.

તે સમયે તાત્કાલિક રીપેરીંગ કરાવી લેવામાં આવ્યુ હતું.  પણ કહેવાય છે કે એક સાંધે ત્યાં તેર તુટે પંકિત સાર્થક થતી હોય, તેમ ફરીથી બીજી વખત બસ સ્ટેશનના છતમાંથી  પ્લાસ્ટરના પોપડા પડતા સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવેલ બસ સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વધુ મજબૂત બની હોવાની શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.  ત્યારે છતમાંથી પડતા પોપડાની જગ્યાઓ રીપેરીંગ કરવાની  કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પણ સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવેલ બસ સ્ટેશનના કામમાં લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ બાબતે યોગ્ય તપાસ થઈ હશે? તપાસ થઈ હોય તો જે તે એજન્સી એ કામ કરેલ હોય તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હશે? ફરીથી પ્લાસ્ટર કરાવવાના બદલે થીંગડા મારી કામ ચલાવી લેવાનુ તંત્રના ધ્યાને ક્યારે આવ્યુ હશે ? આ બાબતે શહેરીજનો રાજકીય આગેવાનો આ બાબતે રજુઆત કરવામાં કેમ મૌન છે એ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે

હાલમાં કેશોદ એસટી ડેપોના પાછળના ભાગે ગટર ઉભરાઈ રહીછે. હજમ ખુલ્લી જોવા મળી રહી છે. અનેક પંખાઓ એલઈડી સમય સુચક બોર્ડ બંધ હાલતમાં દિવાલોમા તિરાડો ગંદકી ખાનગી વાહનો પાર્કીંગ સીસીટીવી કેમેરા બંધ સહીતની અનેક અસુવિધિઓ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.