Mehsana News:મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા અરણીપુરા-ઐઠોર રોડ પર ધોળેદિવસે એક ચોંકાવનારી લૂંટની (Robbery) ઘટના બની છે. ગાંધીનગરના એક વેપારી અને તેમની પત્ની ઊંઝાના પ્રખ્યાત મંદિરમાં દર્શન કરીને એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા ત્યારે કારમાં આવેલા બે શખ્સોએ તેમને રોકીને આશીર્વાદ આપવાના બહાને લાખો રૂપિયાના દાગીના અને રોકડ પડાવી લીધા હતા.આ ઘટના ઊંઝા જવાના રસ્તા પર બની હતી, જ્યાં લૂંટારાઓએ બાવા (સાધુ) જેવો વેશ ધારણ કરીને દંપતીને વિશ્વાસમાં લીધા. તેમણે પહેલા ઊંઝા જવાનો રસ્તો પૂછવાનું નાટક કર્યું અને પછી આશીર્વાદ આપવાના બહાને દંપતીના ગળામાં પહેરેલા દાગીના કાઢી લીધા. આ દરમિયાન તેમણે રૂ. 12,000ની રોકડ પણ લૂંટી (Robbery) લીધી હતી.
દંપતીના દાગીનાની લૂંટ (Robbery)

કુલ મળીને લગભગ રૂ. 5.43 લાખનો મુદ્દામાલ લૂંટીને લૂંટારા કારમાં બેસીને ફરાર થઈ ગયા.પીડિત દંપતી ગાંધીનગરના રહેવાસી છે અને વેપારી તરીકેની પ્રવૃત્તિ કરે છે. તેઓ મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. જાહેર રોડ પર આવી ધોળેદિવસે લૂંટ (Robbery) થવાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. લોકોમાં ચર્ચા છે કે આવા લૂંટારા સાધુ કે બાવાના વેશમાં આવીને લોકોને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરે છે.ઘટનાની જાણ થતાં જ પીડિત દંપતીએ ઊનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પહેલા અમદાવાદના વ્યસ્ત પાલડી વિસ્તારમાં એક મહિલા જ્યારે ચાલતી ઓટો-રિક્ષામાં મુસાફરી કરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે માણસોએ તેના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી (Robbery) લીધી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે.પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, પીડિતા NID ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જઈ રહી હતી.

બપોરે લગભગ 1:45 વાગ્યે, જ્યારે તેની ઓટો-રિક્ષા ધીમે ધીમે આગળ વધી રહી હતી, ત્યારે બે અજાણ્યા ટુ-વ્હીલર પર આવેલા માણસો રિક્ષા પાસે આવીને રોકાયા.બંને પુરુષોએ હેલ્મેટ પહેર્યું હતું, તેમના ચહેરા છુપાવ્યા હતા.એક માણસ મોટરસાઇકલ (Motorcycle) ચલાવી રહ્યો હતો, જ્યારે બીજાએ ઝડપથી રિક્ષામાંથી મહિલાની બેગ છીનવી લીધી. લૂંટ (Robbery) પછી, બંને આરોપીઓ તેમની મોટરસાઇકલ પર ઝડપથી ભાગી ગયા અને મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ ભાગી ગયા. આ સમગ્ર ઘટના માત્ર 10-15 સેકન્ડમાં બની, રિક્ષા ચાલક કે રાહદારીઓને કાઈ કરવાનો સમય મળ્યો નહોતો.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક યુવક લૂંટેરી દુલ્હનની માયાજાળમાં ફસાયો
આ પણ વાંચો:મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ
