ભાવ વધારો/ આજે મધ્યરાત્રિથી થોભી જશે રિક્ષાનાં પૈડા, આ કરાણોસર બંધનું કર્યુ એલાન

આજે પણ કોઇને કોઇ મામલે સરકારને નાગરિકોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ઓટોરિક્ષા ચાલકો હળતાલનાં મૂડમાં જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આજે મધ્યરાત્રિથી ઓટોરિક્ષા ચાલકો બંધનું એલાન કરશે. 

Top Stories Ahmedabad Gujarat
ઓટોરિક્ષાનું બંધનું એલાન

રાજ્યમાં ભલે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ 100 રૂપિયા નીચે થઇ ગયા હોય પરંતુ હજી પણ કોઇને કોઇ મામલે સરકારને નાગરિકોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ઓટોરિક્ષા ચાલકો હળતાલનાં મૂડમાં જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આજે મધ્યરાત્રિથી ઓટોરિક્ષા ચાલકો બંધનું એલાન કરશે.

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડા બાદ હવે CNG નાં ભાવમાં ભડકો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વધી રહેલા CNG નાં ભાવનાં વિરોધમાં રિક્ષોચાલકો આજે મધ્યરાત્રિથી એટલે કે 15 અને 16 નવેમ્બરે 12 વાગ્યા સુધી બંધનું એલાન કર્યુ છે. જો કે આ મામલે ગુજરાત ઓટોરિક્ષા ફેડરેસન બંધનાં વિરોધમાં દેખાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશનનાં જ્યંતિ પ્રજાપતિ આ મામલે નિવેદન આપતા કહ્યુ છે કે, રાજ્યમાં અમુક લોકો રાજનીતિક રોટલો શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, આ લોકોએ 15 અને 16 નવેમ્બરનાં રોજ બંધનું એલાન આપ્યુ છે, જેનાથી રાજ્યનાં તમામ રિક્ષાચાલક આગેવાનોએ અલગ રહેવુ, કારણ કે આપણી જે માંગ હતી તે ગુજરાત સરકારે આપણા CNG નાં ભાવનાં અનુસંધાને ભાડમાં વધારો કર્યો છે. આવનારા 19 નવેમ્બરે અમદાવાદ ખાતે કારોબારીની સામાન્ય સભા મળવાની છે, તે સભાની અંદર નિર્ણય લઇને ટૂંક સમયમાં મુખ્યમંત્રીને આવેદન આપી સમગ્ર ગુજરાતનાં તમામ રિક્ષાચાલકોની અન્ય માંગોને હલ કરવાની ગુજરાત રાજ્ય ફેડરેશનની સંપૂર્ણ જવાબદારી છે જે નિભાવશે તેવી પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી છે. રિક્ષાચાલકો હળતાલમાં નહી જોડાય તે પાછળનું કારણ દર્શાવતા તેમણે કહ્યુ કે, છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીની અંદર રિક્ષાચાલકો પિડાતા, તેમની રોટી છીનવાઇ ગઇ હતી. હવે સમય છે ત્યારે કોઇએ આ હળતાલમાં ભાગ લેવો નહી.

આ પણ વાંચો – Covid-19 /  રાજ્યમાં વધતા કોરોનાનાં કેસ વચ્ચે એલર્ટ મોડમાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ

CNG નાં ભાવમાં વધારો થઇ રહ્યો છે તેનો વિરોધ કરનાર પક્ષનાં કન્વિનર અશોક પંજાબીએ પોતાનો પક્ષ રાખતા કહ્યુ કે, સરકારે ભલે પહેલા મિનિમમ ભાડામાં વધારો કરી આપ્યો હોય પણ અમારી મુખ્ય માંગણી તો જે CNG નાં ભાવમાં તોતિંગ 9 રૂપિયાનો વધારો થયો છે તે પાછો ખેંચવાની છે. કારણ કે, ગુજરાત સરકાર 15 ટકા વેટ CNG પર લે છે જ્યારે કેન્દ્ર સરકાર 14 ટકા લે છે એમ 29 ટકા વેટ CNG પર ડાયરેક્ટ લેવામાં આવી રહી છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલ પર અમુક અંશે ઓછુ થઇ શકે તો CNG પર કેમ ન થઇ શકે તે અમારી માંગ છે. રહી વાત મિનિમમ ભાડાની તો તે ચાર વર્ષથી વધારવામાં આવ્યુ નહોત ત્યારે સરકારે તે તો વધારવાનું જ હતુ પણ અમારી મુખ્ય માંગ CNG નાં ભાવમાં ઘટાડાની છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…