સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકા ની છ ગ્રામ પંચાયત ની આજે ચૂંટણી યોજાઈ જેમાં ૧૨ મતદાન મથક પર ૬ પંચાયત ના ૪૯૮૯ મતદારો મતદાન કરશે.
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ તાલુકાની છ ગ્રામ પંચાયત ના સરપંચ માટે આજે ચૂંટણી યોજાઈ છે. જેમાં ત્રણ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ત્રણ ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન ચાલુ થઈ ગયું છે.
જેમાં હિંમતનગર તાલુકાની સરવણા ,પ્રાંતીજ તાલુકાની ઓરણ અને અમીનપુર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી અને ઇડર તાલુકાની વસઈ, પ્રાંતીજ તાલુકાની દલાનીમૂવાડી અને અમલાની મુવાડી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલુ છે. તો ઇડર તાલુકાની જવાનગઢ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે.
પ્રાંતીજ તાલુકાની અમલાની મુવાડી અને દલાની મુવાડીમાં ૧૬ વોર્ડ માંથી ૧૧ વોર્ડ સમરસ જાહેર થયા છે.ત્યારે જિલ્લાની છ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ૧૨ મતદાન મથકો ૧૨ ઇવીએમ,૫૦ કર્મચારીઓ અને ૫૦ પોલીસ કર્મચારીઓ જોડાયા છે. ઇડરની વસઈ ગ્રામપંચાયત માં ૨ મતદાન મથક પર ૨૧૪૪ મતદારો સરપંચ માટે ૩ અને ૧ વોર્ડમાં ૨ ઉમેદવારો માટે મતદાન કરશે.
પ્રાંતીજ તાલુકાની દલાની મુવાડી ગ્રામ પંચાયતમાં ૩ મતદાન મથક પર ૧૬૬૯ મતદારો સરપંચ માટે ૪ અને ૩ વોર્ડ માટે એમ ૧૧ ઉમેદવારો માટે મતદાન કરશે. જ્યારે દલાની મુવાડી પંચાયત ના પાંચ વોર્ડ સમરસ જાહેર થયા છે. તો અમલાની મુવાડી ગ્રામ પંચાયતમાં ૧ મતદાન મથક પર ૭૧૧ મતદારો સરપંચ માટે ૪ ઉમેદવાર અને ૨ વોર્ડના ૪ ઉમેદવાર માટે મતદાન કરશે. ત્યારે પ્રાંતીજ તાલુકાની ઓરણ ગ્રામ પંચાયતમાં ૨ મતદાન મથક માં ૨૦૧૭ મતદારો સરપંચ માટે ૫ ઉમેદવારો માટે મતદાન કરશે.
અમીનપુર ગ્રામ પંચાયતમાં ૨ મતદાન મથકમાં ૧૩૩૭ મતદારો સરપંચ માટે ૩ ઉમેદવારો માટે મતદાન કરશે. હિંમતનગર તાલુકાની સરવણા ગ્રામ પંચાયતમાં ૨ મતદાન મથકમાં ૧૧૬૬ મતદારો સરપંચ માટે ૨ ઉમેદવારો માટે મતદાન કરશે.હાલ જિલ્લાના ૬ ગ્રામ પંચાયત ના કુલ ૧૨ મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
