સુરત/ નવરાત્રીમાં ખેલૈયાઓ પગમાં ઝાંઝર નહીં પહેરશે સ્કેટિંગ શૂઝ, જુઓ વીડિયો

સુરત ઓના દોઢીયા જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે.ત્યારે આ વર્ષે સુરત ના ખાસ સ્કેટિંગ ગરબા પણ જોવા નો એક લ્હાવો બનશે.

Gujarat Surat
  • નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી
  • સુરતીઓ નવરાત્રીને લઈને થનગનાટ
  • સુરતમાં સ્કેટિંગ ગરબાનું કરાયું આયોજન
  • બાળકો સ્કેટિંગ શૂઝ પહેરી કરશે ગરબા
  • 5વર્ષથી લઈ 15 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ

Surat News: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતીઓ નવરાત્રીને લઈને થનગની રહ્યા છે.નવરાત્રી વાત આવે એટલે સુરતના દોઢીયા સૌને યાદ આવે છે .સુરત ઓના દોઢીયા જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે.ત્યારે આ વર્ષે સુરત ના ખાસ સ્કેટિંગ ગરબા પણ જોવા નો એક લ્હાવો બનશે.સુરત માં 5 વર્ષથી લઈ 15 વર્ષ સુધી ના નાના ભૂલકાઓ સ્કેટિંગ શૂઝ પહેરી ગરબાની રમઝટ બોલાવે છે. ખૂબ પડકાર જનક આ ગરબા શીખવા માટે કેવી તૈયારી કરાય છે.અને કેવી રીતે સ્ટેપ્સ કરાય છે.

સુરતમાં નાના નાના ખેલૈયાઓએ સ્કેટિંગ સાથે દાંડિયા અને ગરબાનું કોન્બિનેશન કરી પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન કર્યું છે.નવરાત્રીના પર્વને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી બાજુ સુરતમાં ગરબાનાં અસંખ્ય આયોજન કરવામાં આવ્યાં છે.તેવામાં 2023 નવરાત્રીમાં કંઈક યુનિક કરવા ખેલૈયાઓ ‘સ્કેટિંગ ગરબા’રમી રહ્યા છે.

ગરબા સંચાલક મીના મોદી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને સ્કેટિંગ ગરબાના ક્લાસ કરાવવામાં આવે છે. જેમાં કોરોના બાદ હવે નવા બાળકો હાલ સ્કેટિંગ ગરબાની રમઝટ માણવા ક્લાસ કરી રહ્યા છે. મીના મોદીના માર્ગદર્શન હેઠળ હાલ 50 થી વધુ બાળકો સ્કેટિંગ ગરબા શીખી રહ્યા છે. જેમાં મોટા ભાગના બાળકો હાલ ટ્રેઈન થઈ ચૂક્યા છે. જે બાળકો આગામી નવરાત્રિના પર્વ પર સ્લિમ ગ્રાઉન્ડ પર સ્કેટિંગ પર ગરબાના અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળશે.

સુરતમાં આ વર્ષે ખૈલેયાઓ નવા સ્પેપસ સાથે કઈક યુનિક કરવા સાથે નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર થઈ ગયા છે. સુરતના ઘોડદોડ રોડ પરના ગરબા કલાસિસે આ વર્ષે નવા સ્ટેપ્સ સાથે રમઝટ મચાવવાનું ખેલૈયાઓએ નક્કી કર્યું છે. જેથી છેલ્લા ચાર મહિનાથી પોતાના અભ્યાસની સાથે આ નાના ખેલૈયાઓ ગરબા ક્લાસમાં જય સ્કેટિંગ પર ગરબાની પ્રેકટિસ કરી રહ્યા છે. સુરતવાસીઓમાં ગરબાનો ઉત્સાહ વધે તે માટે આ ખેલૈયાઓએ કંઈક હટકે કરવાનું નક્કી કર્યું છે.



આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો