Not Set/ ચોથા માળની બારીમાંથી પટકાયા બાદ પણ અઢી વર્ષની બાળકીનો આબાદ બચાવ

રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ચોથા માળેથી સીધી નીચે ફાઇબર ની ટાંકી પર બાળકી પટકાયા બાદ જમીન પર પડી હતી. તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ લઇ જવાય હતી.

Gujarat Others Trending
shiyal bet ચોથા માળની બારીમાંથી પટકાયા બાદ પણ અઢી વર્ષની બાળકીનો આબાદ બચાવ

ગુજરાતી ભાષામાં એક બહુ સરસ કહેવત છે રામ રાખે તેને કોણ ચાખે, બસ આવું જ કઈક નવસારીની અઢી વર્ષની સમાયરા સાથે બન્યું છે. યુપીના વાતની એવા રાહુલ શર્મા બંસરી એપાર્ટમેન્ટ ના ચોથા માળે રહે છે અને નાસ્તાની લારી ચલાવે છે. તેમની લાડકવાઈ અઢી વર્ષની બાળકી રમતા રમતા તેમના જ એપાર્ટમેન્ટ ની બારી માંથીનીચે પટકાઈ હતી.

ગુરુવારે રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ચોથા માળેથી સીધી નીચે ફાઇબર ની ટાંકી પર બાળકી પટકાયા બાદ જમીન પર પડી હતી. તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ લઇ જવાય હતી. માથુ, હાથ અને પગમાં ઇજા થઇ હતી. જોકે માથા ના ભાગે સામાન્ય ઇજા થતાં બાળકીનો આબાદ બચાવ થયો છે.

ઉલ્લેખનીય છે કે, બાળકી ઉપરથી સીધી નીચે મુકેલી સિંટેક્સની ચોરસ ખાલી પાણીની ટાંકી પર પડી હતી. પડવાનો અવાજ જોરથી આવતા આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. અને બાળકીને સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

બાળકી સમાયરા હાલ ખતરાથી બહાર છે. બાળકીને માંથાનાં ભાગે ઇજા પહોંચી હતી. તથા જમણા હાથે અને પગે ફ્રેકચર થયું હતું.

બાળકીનો સીટી સ્કેન કરાવતા તે પણ નોર્મલ આવ્યો હતો. તેમ છતાં ડોક્ટરએ હાલ પૂરતી ઓબ્ઝર્વેશન માં રાખી છે. બાળકી સમાયરા હાલ ખતરાથી બહાર છે.